બેંક કર્મચારી હડતાળ મુદે કોઈ ઉકેલ ન આવ્યો: લેબર કમિશ્નર-બેંક મેનેજમેન્ટની બેઠક નિષ્ફળ

27 January 2020 05:08 PM
Business Government Gujarat India Saurashtra
  • બેંક કર્મચારી હડતાળ મુદે કોઈ ઉકેલ ન આવ્યો: લેબર કમિશ્નર-બેંક મેનેજમેન્ટની બેઠક નિષ્ફળ

હડતાળનું એલાન પાછુ ખેંચાય તો બેઠક કરવા મેનેજમેન્ટનો હઠાગ્રહ

વેતન વધારા સહિતની માંગણીઓના ટેકામાં બેંક કર્મચારી યુનીયનો દ્વારા ત્રણ તબકકામાં હડતાળ પાડવાનું એલાન આપવામાં આવ્યું છે. હડતાળ નિવારવા માટે કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલયે પ્રયત્નો શરૂ કર્યો છે. આજે ઈન્ડિયન બેંક એસોસીએશન સાથે ચીફ લેબર કમિશ્નરે બેઠક કરી હતી પરંતુ કોઈ પરિણામ આવ્યુ ન હતું.

બેંક મેનેજમેન્ટ દ્વારા એવો આગ્રહ કરાયો હતો કે કર્મચારી યુનિયનો હડતાળનું એલાન પાછુ ખેંચે તો વેતન વધારાની વાટાઘાટો આગળ વધારવાની તૈયારી છે. કર્મચારી યુનિયનોએ આ વાત ફગાવી દીધી હતી. ચીફ લેબર કમિશ્ર્નરે પણ હડતાળ પુર્વે જ વાટાઘાટોનો રાઉન્ડ રાખવા બેંક મેનેજમેન્ટને સૂચવ્યું હતું. પરંતુ તેના દ્વારા કોઈ બાંહેધરી આપવામાં આવી ન હતી. આ સંજોગોમાં કર્મચારી યુનિયનોએ હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરી હતી.


Loading...
Advertisement