નાગરિકતા કાયદા સામે વિરોધી દેખાવો છતાં ગૃહપ્રધાન શાહને 50.7%નું પૂર્ણ સમર્થન

27 January 2020 05:06 PM
Gujarat India
  • નાગરિકતા કાયદા સામે વિરોધી દેખાવો છતાં ગૃહપ્રધાન શાહને 50.7%નું પૂર્ણ સમર્થન

ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણાના 60%થી વધુ પૂર્ણસંતોષ

નવીદિલ્હી,તા. 27 : નાગરિકતા સુધારા મામલે દેશભરમાં દેખાવો અને વિરોધ છતાં આઈએએસએસ-સીવોટર સર્વેમાં 50.7 ટકા લોકો ગૃહપ્રધાન અમિત શાહની કામગીરીથી ઘણાં સંતુષ્ટ હોવાનું બહાર આવ્યું છે.

અન્ય 25.2 ટકા લોકોએ જણાવ્યું હતું કે તે કેટલાક અંશે સંતુષ્ટ છે. માત્ર 24.2 ટકા લોકો શાહથી નાખુશ જણાયા હતાં.

ઘણાંના આશ્ચર્ય લાગશે, પણ પુંડુચેરીના 78 ટકા લોકો તરફથી તેમને મહત્તમ સમર્થન મળ્યું છે. એથી વિપરિત આ કેન્દ્રશાસિત પ્રદેશના માત્ર 3.9 ટકા લોકો ભાજપ સરકારથી સંતુષ્ટ જણાયા હતા.

ગૃહરાજ્ય ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ અને હરિયાણા શાહ પર ઓળઘોળ છે. હિમાચલમાં 64.8 ટકા, ઉતરાખંડમાં 66.6 ટકા, ઉતરપ્રદેશમાં 62.7 ટકા અને હરિયાણામાં 63.9 ટકા લોકોને તેમનાથી વધારે સંતુષ્ટ જણાયા હતાં.

ગુજરાતના 64 ટકા લોકોએ પણ તેમની કામગીરીથી પૂરો સંતોષ દર્શાવ્યો હતો.

ગત વર્ષે મેમાં જ્યારે બહુમતીથી પર મોદી સરકાર ફરી સત્તા પર આવી ત્યારથી અમિત શાહે કેન્દ્રનાં ગૃહપ્રધાન તરીકે પોતાની આગવી ઇમેજ ઉભી કરી છે. ટ્રિપલ તલાક,કલમ 370ની નાબુદી હોય કે નાગરિક સુધારા કાયદો, શાહે વિપક્ષોને આડે હાથ લઇ સરકાર તરફથી આક્રમક વલણ અપનાવ્યું હતું.
નવાઈની વાત એ છે કે નાગરિકતા કાયદા સામે સૌપ્રથમ આંદોલન ઉભું થયું તે આસામમાં પણ 41 ટકા લોકોએ સંતોષ બતાવ્યો છે.


Loading...
Advertisement