26 જાન્યુઆરી 2023એ તમે દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં પહોંચી જશો

27 January 2020 04:45 PM
Government Gujarat India
  • 26 જાન્યુઆરી 2023એ તમે દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં પહોંચી જશો

ગુજરાતને પણ લાભ મળશે... : આઠ લેનનો એકસપ્રેસ-વે તૈયાર થઈ જશે: ગડકરી: દર 50 કી.મી.એ હોટેલ, પેટ્રોલપંપને હેલીપેડ

નવી દિલ્હી તા.27
આગામી 3 વર્ષમાં તમે દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં વાહન ચલાવી જઈ શકશો. માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઈ એકસપ્રેસવે માટે 26 જાન્યુઆરી, 2023ની આખરી તારીખ નકકી કરવામાં આવી છે, અને આ મુદે કોઈ બાંધછોડ નહીં કરાય. હાલમાં બન્ને શહેરો વચ્ચેનું 1290 કીમીનું અંતર કાપતા 24 કલાક લાગે છે.
દિલ્હી અને મુંબઈ વચ્ચે માલપરિવહન પર મોટી અસર જોતાં પ્રધાને નેશનલ હાઈવેઝ ઓથોરીટી ઓફ ઈન્ડિયાને અગ્રતાના ધોરણે પ્રોજેકટ હાથ ધરવા જણાવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ એકસપ્રેસ-વેના 40% ભાગ માટે કોન્ટ્રેકટ અપાઈ ગયો છે અને અન્ય 50% માટે બિડીંગની કાર્યવાહી ચાલુ છે. ત્યાંથી 90% જમીન સંપાદન કરવામાં આવી છે, અને કેટલાક પટ્ટામાં કામ પણ શરુ થઈ ગયુ છે.
આ એકસપ્રેસવે આઠ લેનનો હશે, અને ભવિષ્યમાં તે 12 લેનનો કરી શકાશે.આ એકસપ્રેસ-વે પર દર 50 કમીના અંતરે 73 સુવિધાઓ હશે, જેમાં રેસ્ટોરાં, ફૂડકોર્ટ, ડોર્મિટરી, ફયુલપ્ટેશન અને હેલીપેડનો સમાવેશ થાય છે.


Loading...
Advertisement