ગોંડલમાં વૃધ્ધા પર પાડોશી માતા-પુત્રી સહિત ત્રણનો હુમલો

27 January 2020 02:52 PM
Gondal Crime Saurashtra
  • ગોંડલમાં વૃધ્ધા પર પાડોશી માતા-પુત્રી સહિત ત્રણનો હુમલો

‘ડેલી પાસે પોદરાવાળુ ગંદુ પાણી કેમ ઉડાડે છે’ કહી વૃધ્ધાને પાડોશીએ લાકડી વડે ફટકાર્યા

રાજકોટ તા.27
ગોંડલના ભોજપરા ગામે શેરી નં.7માં રહેતા વનીતાબેન જેન્તીલાલ મારડીયા (ઉ.78) નામના કુંભાર વૃધ્ધા પોતાના ઘર પાસે ગાયોનો વંડો સાફ કરી રહ્યા હતા. તે અરસામાં પશુએ કરેલા પોદરાવાળુ પાણી પાડી સુરેશ ત્રિવેદીના ઘર પાસે ભરાયુ હતું. જે બાબતનો ખાર રાખી પાડોશી સુરેશ ત્રિવેદીની પુત્રી મીતલ ત્રિવેદી તથા પત્ની નીર્મલ ત્રિવેદી, પુત્ર અમીત ત્રિવેદીએ વૃધ્ધા સાથે ઝઘડો કરી બોલાચાલી કરી હતી. જે ઝઘડામાં વૃધ્ધા પર મીતલ ત્રિવેદીએ લાકડી વડે હુમલો કરી વાસના ભાગે આડેધડ ઘા મારી તેમજ કાંડાના ભાગે એક ઘા ફટકારી લોહીયાળ ઈજા કરી માતા-પુત્રીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા વૃધ્ધાને તેના પુત્ર રાજેશે સારવાર અર્થે 108 મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જયાં ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.જી. ચુડાસમાએ ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત વૃધ્ધાનું નિવેદન લઈ પાડોશી માતા-પુત્રી, પુત્ર વિરૂધ્ધ 323,324, 504, 114ની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.


Loading...
Advertisement