રાજકોટ:SCAના નિરંજનભાઇ શાહ અને ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગુજરાત રત્નથી સન્માનિત

27 January 2020 12:29 PM
Rajkot Government Gujarat Saurashtra Sports
  • રાજકોટ:SCAના નિરંજનભાઇ શાહ અને ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગુજરાત રત્નથી સન્માનિત
  • રાજકોટ:SCAના નિરંજનભાઇ શાહ અને ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગુજરાત રત્નથી સન્માનિત

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંઘ્યાએ વિશિષ્ઠ વ્યકિત વિશેષોનું સન્માન કરતા રાજયપાલ-મુખ્યમંત્રી

રાજકોટ તા.27
26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી રાજકોટ ખાતે થઈ રહી છે આજે રાજકોટ ખાતે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલ"રંગ છે રાજકોટ” સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાહસ,સેવા અને સાંસ્કૃતિક કલા વારસાક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર વ્યક્તિ વિશેષોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શાલ, મોમેન્ટો આપીને સન્માનીત કરાયા હતા.

આ સન્માનીત કરાયેલ વ્યકિત વિશેષોમાં રમત-ગમતમાં કુમારી વૈભવી એસ. ત્રિવેદી, દિવ્યાંગમાં શ્રીમંત્ર જિતેન્દ્રભાઈ હરખાણી, ટ્રસ્ટમાં વિજયભાઈ ભીખાભાઈ ડોબરીયા, કલાકારમાં ભટ્ટ પંકજભાઈ વિજય કુમાર, રમત ગમતમાં ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા, રમત ગમતમાં નિરંજન રસીકલાલ શાહ, વિશિષ્ટમાં જયકુમાર લલીતભાઈ વસાવડા, હિન્દુસ્તાની કલાસીકલ મ્યુઝિકમાં પિયુબેન સરખેલ, સમાજ સેવામાં‘ગોપાલ રત્ન’ ઘનશ્યામભાઈ વ્યાસઅને ટ્રાફિક અવેરનેશમાં જયેશ વસંતલાલ શાહનો સમાવેશ થાય છે.


Loading...
Advertisement