જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા-ટીમ રાજકોટનું જબરદસ્ત આયોજન

27 January 2020 12:22 PM
Rajkot Government Gujarat Saurashtra
  • જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા-ટીમ રાજકોટનું જબરદસ્ત આયોજન

રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજ્યસક્ષાની ઉજવણી; શહેર અધિકારી ટીમનું જબરદસ્ત આયોજન

રાજકોટ : રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજ્યસક્ષાની ઉજવણી ઉત્સાહભેર સંપન્ન થઇ છે. છેલ્લા એક મહિનાથી રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર ઉપરાંત શહેરની વિવિધ રાજ્ય સરકારની કચેરીઓનાં અધિકારીઓએ રાત-દિવસ જહેમત ઉઠાવીને અનેકવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજનકર્યું હતું.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયા સહિતનિા સ્ટાફે રાત દિવસ રાત ઉજાગરા કરી સતત એક મહિનાની દોડધામ કરી પ્રજાસતાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુપેરે પાર પાડી છે.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં ટ્રાફીક વ્યવસાથાનું સુચારુ સંચાલન અને કાયદો અને વ્યવસ્થાને અંકુશમાં રાખનાર શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમના અન્ય અધિકારીઓની કામગીરી પણ ઊડીને આંખે વળગે તેવી રહી હતી.

રાજ્યકક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર તંત્ર, ઉપરાંત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ જબરદસ્ત કામગીરી કરવામાં આવી હતી જેની રાજ્ય સરકારે પણ નોંધ લઇ મુખ્યમંત્રીએ વહીવટી તંત્ર અને શહેર પોલીસની પીઠ થાબડી છે.


Loading...
Advertisement