બજેટ અંદાજ કરતા કરવેરા આવકવેરા છતાં સરકારને રૂા.2 લાખ કરોડની ‘ઘટ’ રહેશે

27 January 2020 12:11 PM
Budget 2020 Government India
  • બજેટ અંદાજ કરતા કરવેરા આવકવેરા છતાં સરકારને રૂા.2 લાખ કરોડની ‘ઘટ’ રહેશે

સરકારે ચાલાકીથી રાજયોની ગ્રાન્ટ-વેરા આવકને મીકસઅપ કરીને રૂા.1.75 લાખ કરોડનો બોજો ઘટાડયો

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટના કાઉન્ટ ડાઉન વચ્ચે સરકાર માટે સૌથી મોટી સમસ્યા તમામ પ્રકારની વેરા આવકમાં રૂા.2 લાખ કરોડના ઘટાડાની છે. તેથી સરકાર બજેટમાં આવકવેરામાં કેટલી રાહત આપી શકશે તે પ્રશ્ન છે. આવકવેરા અને કોર્પોરેટ ટેક્ષની આવકમાં રૂા.1.50 લાખ કરોડનો ઘટાડો થશે તેવો અંદાજ છે. જયારે જીએસટીની આવક રૂા.50000 કરોડથી ઓછી થશે.

ઉપરાંત આડકતરા વેરામાં મંદીના કારણે કલેકશન પણ દબાણ હેઠળ છે તેથી કસ્ટમ આવક પણ ઘટશે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સીધી દેખાતી રૂા.2 લાખ કરોડની આવક ઘટ છે પણ આખર માર્ચ 2020 પછી જયારે વાસ્તવિકતા સામે આવશે તો આ આવક ઘટાડો રૂા.3.50 લાખ કરોડથી રૂા.3.75 લાખ કરોડનો હશે. તેથી જ સરકારે રાજયોને હિસ્સો ચાલાકીપૂર્વક ગ્રાન્ટમાં સમાવી લીધો છે. જેથી કુલ ગ્રાન્ટ ઘયાડીને સરકાર રૂા.1.50 લાખ કરોડ બચાવવા માંગે છે.

સરકાર અનેક ગ્રાન્ટોનું એકીકરણ કરશે. યોજનાઓ એકબીજામાં ભેળવશે. સરકાર જો કે કુલ વેરા આવક 13.35 લાખ કરોડ મેળવશે. જે ગત બજેટના અંદાજ કરતા 16% વધુ હશે. 2019-20ના બજેટમાં સરકારે રૂા.11.50 લાખ કરોડની આવકનો અંદાજ મેળવ્યો હતો.


Loading...
Advertisement