રાજકોટ સહિત રાજયભરમાં નિરિક્ષકોનો સર્વે : પ્રાથમિક શિક્ષકોને કામ સોંપાતા હોબાળો

25 January 2020 06:54 PM
Rajkot
  • રાજકોટ સહિત રાજયભરમાં નિરિક્ષકોનો સર્વે : પ્રાથમિક શિક્ષકોને કામ સોંપાતા હોબાળો

અભ્યાસ કરાવવો કે ઘરે-ઘરે ભાટકવું : લડત છેડાય તેવા એંધાણ

ગાંધીનગર તા.25
રાજય સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોને નિરક્ષરોનો સર્વે કરી તેની ડેટા એન્ટ્રી કરવામાટેની વધુ એક જવાબદારી સોંપવાનો નિર્ણય કરતા શિક્ષકોમાં ભારે નારાજગી ઉભી થવાના સંકેત વહેતા થયા છે.
રાજય સરકાર ના સયુંકત શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ સાશના અધિકારી ને આદેશ કર્યો છે કે નિરક્ષરો નો સર્વે તેમજ તેની ડેટા એન્ટ્રી કરાવવા સૂચના આપવા તાકીદ કરી છે. પરિણામે શિક્ષણ વિભાગ ના આ આદેશ બાદ હવે રાજ્યના નિરિક્ષરોનો સર્વે તથા ડેટા એન્ટ્રી કરવા માટે જવાબદારી આપવામાં આવતા શિક્ષકોને હવે ઘરે ઘરે જઈ નિરક્ષરોને શોધવાનું કામ કરવાનું રહેશે.ત્યારે શિક્ષકો બાળકોને ભણવવાના બદલે હવે અભણ ને શોધવા ફરશે જેના પ્રત્યાઘાતો આવનાર દિવસોમાં જોવા મળશે તેવી અનેક વિધ ચર્ચા ચકડોળે ચઢી છે.
રાજય સરકાર શિક્ષણનું સ્તર સુધારવા અનેક વિધ નુસખા અપનાવી રહ્યું છે.તો બીજી તરફ શિક્ષકો ને શાળામાં સતત હાજરી સાથે શિક્ષણ કાર્ય મજબૂત બનાવવા સરકાર શિક્ષકો ને અવારનવાર ટપારે છે.ત્યારે નવા જાહેર કરેલા આ આદેશથી રાજ્યના શિક્ષકોમાં નારાજગી ઉદ્દભવી છે.અને આવનાર સમયમાં આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.


Loading...
Advertisement