રાજકોટ:400 વર્ષ જુના રાજકોટથી માંડીને એઇમ્સ સુધીની વિકાસની ગાથા રંગમંચ પર નિખરશે

25 January 2020 05:33 PM
Rajkot Government Gujarat Saurashtra
  • રાજકોટ:400 વર્ષ જુના રાજકોટથી માંડીને એઇમ્સ સુધીની વિકાસની ગાથા રંગમંચ પર નિખરશે

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં આજે સાંજે મેગા ઇવેન્ટ : આજે સાંજે માધવરાવ ક્રિકેટ સ્ટેડીયમમાં રાજકોટની સ્થાપનાથી લઇ આજદિન સુધીનો ઇતિહાસ, નાટક-મલ્ટીમીડિયા સ્વરૂપનું આબેહુબ નિરૂપણ : શહેરની ખાણી-પાણી, રિંગ રોડ, નવું એરપોર્ટ, દેશભક્તિના ગીતો, 200થી વધુ કલાકારો, સંગીતકાર પંકજ ભટ્ટનું સુમધુર સંગીત, પ્રજાજનોને ઉમટી પડવા અપીલ

રાજકોટ,તા. 25
રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજકોટ શહેર- જિલ્લાના રંગીલા રાજકોટવાસીઓ દેશભક્તિના માહોલમાં તરબોળ થયા છે. જિલ્લા કલેક્ટર તંત્ર આયોજીત આજે સાંજે એટહોમ કાર્યક્રમ બાદ રેસકોર્સ મેદાનના માધવરાવ સિંધીયા ક્રિકેટ મેદાનમાં યોજાનારા મેગા ઇવેન્ટ સમારોહનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 400 વર્ષ જૂના રાજકોટથી લઇને એઇમ્સસુધીની રાજકોટ શહેરની વિકાસગાથાનું રંગમંચ ઉપર અદ્દભુત નિરુપણ પ્રસ્તુત થશે તેવું રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ ‘સાંજ સમાચાર’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકોટનાં 400 વર્ષ જૂનાં ઇતિહાસથી લઇને વર્તમાન રાજકોટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે એઇમ્સની ભેટ આપી છે તદઉપરાંત નવા ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રની કાયાપલટ થવા જઇ રહી છે તે 400 વર્ષ જૂના ઇતિહાસ અને રાજકોટનાં વર્તમાન સુધીનાં ઇતિહાસનું અને વિકાસનું 200 જેટલાં કલાકારો રંગમંચ ઉપર નિરુપણ કરશે. રાજકોટનો ઇતિહાસ વર્તમાન અને ભવિષ્યનો આ નાટ્યાત્મક દસ્તાવેજ રંગ છે રાજકોટના નામથી પ્રસ્તુત કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર આયોજિત આજે સાંજે યોજાનાર મેગા ઇવેન્ટ સમારોહમાં રાજકોટ રાજ્યની સ્થાપના, મોગલો સાથેનું યુધ્ધ, રાજકોટના શિક્ષણ, સાહિત્ય અને સ્પોર્ટસનો ઇતિહાસ ચરિતાર્થ કરવામાં આવશે., આ ઉપરાંતરાજકોટ શહેરની ખાણીપીણી, રેસકોર્સ રીંગ રોડ, જળ સમસ્યાના ઉકેલથી લઇને રાજકોટને સાંકળતા સંખ્યાબંધ બનાવ અને ઘટનાઓ આ રંગમંચ ઉપર પ્રસ્તુત કરવામાં આવશે. સાથોસાથ દેશભક્તિના ગીતો, અવનવા નૃત્ય, અદ્દભુત લાઈટીંગ, રાજકોટના નિવડેલા 200થી વધારે કલાકારો રંગમંચને ચાર ચાંદ લગાવશે. આ કાર્યક્રમનું લેખન લેખક જ્વલંત છાયાએ કર્યું છે જ્યારે દિગ્દર્શન રાજુભાઈ યાજ્ઞિક અને તેનું સંગીત ગુજરાતના વિખ્યાત સંગીતકાર પંકજભાઈ ભટ્ટ પ્રસ્તુત કરનાર છે.

રાજકોટમાં આજે સાંજે યોજાનારી મેગા ઇવેન્ટમાં રાજકોટ શહેર અને જિલ્લાની ક્રિકેટ, કળા અને સંસ્કૃતિ જેવી તમામ બાબતોની ઝલક આવરી લેવામાં આવી છે. રાજ્ય સરકારની નર્મદા અને સૌની યોજનાનો વિકાસ ઉપરાંત નવા બ્રીજ બની રહ્યા છે, નવા તળાવ અને રેસકોર્સની વિગત ઉપરાંત અદ્યતન આવાસ યોજનાઓ પણ આવરી લેવામાં આવી છે. રાજકોટ સત્યાગ્રહના રાજકારણનો ઇતિહાસ ઉજાગર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ પ્રથમ ચૂંટણી લડ્યા તે વાત પણ આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત સોરઠી ડાયરી, રંગી મોહન કે રંગી, હું આત્મકથા છું જેવા નાટક પણ પ્રસ્તુત કરવામાં આવશે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજકોટ અને ગુજરાતના વિકાસ માટે જે અથાગ પ્રયાસો આરંભ્યા છે એનો પડઘો આ મેગા ઇવેન્ટમાં નિહાળી શકાશે. તદઉપરાંત યુધ્ધ, ક્રિકેટ, વિકાસકામ બધું મંચ ઉપર 200થી વધારે કલાકારો અભિનય અને નૃત્ય નાટીકા સ્વરુપે રજૂ કરશે સાથોસાથ વિવિધ ગીતો પર સરસ નૃત્ય રજૂ કરવામાં આવશે.

રાજકોટને એઇમ્સની ભેટ આપનાર વડાપ્રધાન મોદી અને ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીના અથાગ પ્રયાસોથી રાજકોટ શહેરનો અદ્દભુત વિકાસ થયો છે. આ વિકાસનો પડઘો આ અદ્દભુત મેગા ઇવેન્ટમાં ચરિતાર્થ થશે. આ સમારોહમાં રાજકોટની ઐતિહાસિક ઇમારતો, જુદા જુદા વિસ્તાર એકપાત્ર બનીને મંચ ઉપર ઉતરી આવશે. રાજકોટવાસીઓએ કયારેય ન મળ્યું હોય તેવો આઅદ્દભુત મેગા ઇવેન્ટ કાર્યક્રમ આજે સાંજે 7-30 કલાકે યોજાનાર છે તો તૈયાર થઇ જાવ રાજકોટવાસીઓ....અને સાંજે પહોંચે માધવરાવ ક્રિકેટ સ્ટેડીયમમાં.

Loading...
Advertisement