રાજકોટ: રૂપિયા 20ની ટીકીટ ભારે પડી : ફલાવર શોની સુગંધ બગડી

25 January 2020 05:27 PM
Rajkot Government Gujarat Saurashtra
 • રાજકોટ: રૂપિયા 20ની ટીકીટ ભારે પડી : ફલાવર શોની સુગંધ બગડી

વર્ષ 2018માં ફલાવર શોની બે દિવસમાં બે લાખ લોકોએ મુલાકાત લીધી હતી જ્યારે આ વખતે બે દિ’માં માત્ર 20 હજાર મુલાકાતીઓ :બેટી બચાવોના ફૂલોથી શોભતા પોસ્ટરનિહાળી મુખ્યમંત્રી અભિભૂત : ફલાવર શો માણ્યો

રાજકોટ તા.25
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ ગાર્ડનમાં ગઇકાલથી પ્રારંભ થયેલા ફલાવર શોમાં આ વખતે રૂા.20ની પ્રવેશ ટીકીટ રાખવામાં આવી હોય, આ ફલાવર શોની સુગંધ બગડી ગઇ છે. નગરજનોની નિરસતાના કારણે તેઓ ફલાવર શોની મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે.

વર્ષ 2018માં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા યોજાયેલ ફલાવર શોની 2 લાખ જેટલા મુલાકાતીઓએ મુલાકાત લેતા ફલાવર શો હિટ નીવડયો હતો. જયારે આ વખતે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશોએ ફલાવર શો માટે રૂા.20ની પ્રવેશ ટીકીટ રાખવામાં આવી હોય, નગરજનો આ ફલાવર શો માટે નિરૂત્સાહ રહ્યા છે.

આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનના આ ફલાવર શોમાં અણઘડ આયોજનના પગલે ગઇકાલે ફલાવર શોના ઉદઘાટન સમયે પ્રથમ એક કલાક મુલાકાતીઓ માટે ફ્રી પ્રવેશ રાખવામાં આવેલ હતો. જેની કોઇપણ જાતની અગાઉથી જાણ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી ન હતી. તેમજ પ્રવેશ ટીકીટ માટે પણ બહેનો અને ભાઇઓ માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. વર્ષ 2018ના ફલાવર શોમાં યાત્રાધામ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ સહિતના આકર્ષણોએ ભારે જમાવટ કરી હતી. જયારે આ વખતે અર્બન ફોરેસ્ટની થીમ તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિવિધ વિચાર શ્રેણીને સાર્થક કરતી ફૂલોની મઢેલી બેનમૂન ત્રૂટીઓ, ફૂલોથી કંડારેલા રમત-ગમતના સાધનો, સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતિ તેમજ પ્લાસ્ટીક હટાવવાનો સંદેશો આપતી કૃતિઓ પ્રદર્શીત કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બેંગ્લોર, મહારાષ્ટ્ર સહિતના સ્થળો પરથી રૂા.30 લાખના ખર્ચે ફૂલોની ખરીદી કરી આ ફલાવર શોમાં સજાવટ સાથે પ્રદર્શિત કરવામાં આવેલ છે.

આ વખતે ફલાવર શોમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા.20ની રખાયેલી ટીકીટના પગલે નગરજનોએ ફલાવર શો પ્રતિ નિરૂત્સાહ બતાવેલ હોય, મુલાકાતીઓની પાંખી હાજરી આ ફલાવર શોમાં ઉડીને આંખે વળગે છે. પ્રથમ બે દિવસમાં માત્ર 20 હજાર મુલાકાતીઓએ જ આ ફલાવર શોની મુલાકાત લીધી છે.

Loading...
Advertisement