રાજકોટ: સૌરાષ્ટ્ર બૂક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો આજથી શુભારંભ : CM રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન

25 January 2020 04:06 PM
Rajkot Saurashtra
  • રાજકોટ: સૌરાષ્ટ્ર બૂક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો આજથી શુભારંભ : CM રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન
  • રાજકોટ: સૌરાષ્ટ્ર બૂક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો આજથી શુભારંભ : CM રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન
  • રાજકોટ: સૌરાષ્ટ્ર બૂક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો આજથી શુભારંભ : CM રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન
  • રાજકોટ: સૌરાષ્ટ્ર બૂક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો આજથી શુભારંભ : CM રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન
  • રાજકોટ: સૌરાષ્ટ્ર બૂક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો આજથી શુભારંભ : CM રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન
  • રાજકોટ: સૌરાષ્ટ્ર બૂક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો આજથી શુભારંભ : CM રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન
  • રાજકોટ: સૌરાષ્ટ્ર બૂક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો આજથી શુભારંભ : CM રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત : પુસ્તક મેળાની મુલાકાત જાત્રા સમાન : પરમ પૂજ્ય રમેશભાઇ ઓઝા : નયા ભારતનાં નિર્માણમાં બૂક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલ અગત્યની ભૂમિકા ભજવશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા.25
આજરોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ.પૂ. રમેશભાઇ ઓઝાએ રાજકોટ શહેરની ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલને ખૂલ્લો મૂકયા બાદ આર્શિવચન પાઠવતા પ.પૂ. રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે પુસ્તક મેળાની મુલાકાત જાત્રા સમાન છે. સમજ અને સમાજ નિર્માણમાં સાહિત્યની ભૂમિકા અગત્યની છે. પુસ્તક સૌથી સારા અને સાચા સલાહકાર છે. પુસ્તક વિચારોનું ઘડતર કરે છે. બાળકોએ ખાસ વાંચન કરવું જોઇએ એવુ ભાઇશ્રી રમોશભાઇ ઓઝાએ જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલના આયોજન બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગર પાલિકાને અભિનંદન પાઠવું છું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં નયા ભારતનાં નિર્માણમાં આ પ્રકારનાં કાર્યક્રમ અગત્યનો ભાગ ભજવશે. વિદ્યાર્થીઓ પુસ્તકમાંથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરશે. ત્યારે દુનિયાનાં પડકારો ઝીલતા થશે. સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કરીને નયા ભારતનાં નિર્માણમાં પોતાનું પ્રદાન કરશે એવું જણાવી વિજયભાઇ રૂપાણીએ પુસ્તક અને સાહિત્ય મેળાનો લાભ લેવા સૌને જણાવ્યું હતું.

બૂકફેરમાં પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડયાના બે પુસ્તકો તેમજ યુવા લેખક પરખ ભટ્ટનાં પુસ્તક ‘સાઇન્ટિફિક ધર્મ’નું વિમોચન મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાસંગીક ઉદબોધન અગાઉ મા સરસ્વતીની વંદના કરીને પુસ્તક મેળાનાં વિવિધ સ્ટોલની મુલાકાત પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સંત રમેશભાઇ ઓઝાએ લીધી હતી. મુખ્યમંત્રીનું રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગેવાનો તેમજ શહેર ભાજપ સંગઠનના પ્રતિનિધિઓ દ્વારા ફૂલહારથી સ્વાગત કરાયું હતું.

આજથી રાજકોટનાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ખાતે શરૂ થયેલા સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલમાં તમામ લોકો તા.25 થી 29 દરમિયાન સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી નિ:શુલ્ક પ્રવેશ મેળવી પુસ્તક-સાહિત્ય મેળાનો લાભ લઇ શકશે. સતત કાર્યરત રહેનારા સૌરાષ્ટ્રનાં આ પાંચ દિવસીય શબ્દ-મહોત્સવમાં અલગ-અલગ પ્રકારની વર્કશોપ અને વકતવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બૂકફેરનાં ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂ.રમેશભાઇ ઓઝા સાથે કાર્યક્રમ અઘ્યક્ષ રાજકોટનાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, મુખ્ય મહેમાન પદે સુપ્રસિઘ્ધ સાહિત્યવિદ પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડયા, મોટીવેશનલ સ્પીકર ડો.વિવેક બિન્દ્રા, સૌ.યુનિ. કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેસાણી, કાર્યક્રમનાં મુખ્ય કોર્ડીનેટર સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઇ રૂપાણી, સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિતભાઇ અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડીયા, નિલેશભાઇ સોની, તેમજ સૌ.યુનિ.નાં સિન્ડીકેટ સભ્યઓ, પ્રાઘ્યાપકઓ અને વિશાળ સંખ્યામાં શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શબ્દ, સાહિત્ય અને કલાનો ત્રિવેદી સંગમ ગણાતી આપણી સૌરાષ્ટ્ર ધરા ફરી એકવાર અનન્ય સેવા બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલના રંગે રંગાવા જઇ રહી છે. સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી સતત કાર્યરત રહેનારા સાહિત્ય અને સંસ્કૃતિનાં આ મહોત્સવમાં અલગ-અલગ પ્રકારનાં વર્કશોપ અને વકતવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે. સર્જન, વર્કશોપ, સાહિત્ય તરવરાટ, સંઘ્યા, શબ્દ સંવાદ, કિડસ, વર્લ્ડ, ઓથર્સ કોર્નર, એન્ટરપ્રિન્યોરશીપ કોર્નર ઉપરાંતના અનેક સેશન્સ થકી સાહિત્ય કલા પ્રેમીઓની તૃષા સંતોષવા માટે વિવિધતાસભર કાર્યક્રમો ગોઠવાયા છે. જેમાં ગુજરાતભરમાંથી પોતપોતાના ક્ષેત્રનાં નિષ્ણાંતો તેમજ વકતાઓ હાજરી આપશે. આ ઉપરાંત વિખ્યાત પ્રકાશકોના 150થી પણ વધુ બુક સ્ટોલ, ફૂડ કોર્ટ બાળકો માટેના વિશેષ કાર્યક્રમો, સેલ્ફી પોસન્ટસ, કલા સાહિત્ય સમાજ જીવનના વિકાસને પ્રગટ કરતી કલાકૃતિઓ, સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતું પેઇન્ટીંગ સહિતના પુષ્કળ આકર્ષણ કેન્દ્ર સાથે આગામી પાંચ દિવસનો ગાળો સૌરાષ્ટ્રની જનતા માટે તહેવાર સમાન પૂરવાર થશે.


Loading...
Advertisement