રાજકોટ: પોપટપરાનાં ઇમામ ચોકમાં ઘોડી પાસાનો જુગાર રમતાં છ ઝડપાયા

25 January 2020 03:47 PM
Rajkot Crime Saurashtra
  • રાજકોટ: પોપટપરાનાં ઇમામ ચોકમાં ઘોડી પાસાનો જુગાર રમતાં છ ઝડપાયા

દરોડા દરમિયાન જુગાર રમાડનાર પોપટપરાનો દાઉદ ઉર્ફે દાવલો નાસી જતા શોધખોળ

રાજકોટ,તા. 25
શહેરનાં પોપટપરા વિસ્તારમાં આવેલા ઇમામ ચોકમાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતાં છ શખ્સોને ઝડપી લીધા હતાં. દરોડા દરમિયાન એક શખ્સ નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ પ્ર.નગર પોલીસ મથકનાં પીઆઈ વી.એમ. વણઝારાની રાહબરીમાં પીએસઆઈ બી.વી. બોરીસાગર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન કોન્સ્ટેબલ વિરવેદસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજાની બાતમીના આધારે પોપટપરા શેરી નં. 19માં પોપટપરાનો દાઉદ ઉર્ફે દાવલો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે અહીંથી જુગાર રમતા સલીમ અબ્દુલભાઈ કારાયાણી (ઉ.59) (રહે.રૈયા રોડ હનુમાનમઢી ચોક, રાજકોટ), દીલાવર સતારભાઈ લીંગડીયા (ઉ.45) (રહે.તાર ઓફીસ પાછળ, હરીહર ચોક), હનીફ આમદભાઈ માંડલીયા (ઉ.43) (રહે. મોચીબજાર), ગફાર ઇમામભાઈ ભાવર (ઉ.49), (રહે.રુખડીયાપરા, મફતીયાપરા), હરી ભગુભાઈ ભુપતીયાપુરા (ઉ.31) રહે. ગાયકવાડી શેરી નં. 10, રાજકોટ)ને ઝડપી લઇ તેમની પાસેથી 15,900ની રોકડ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન ઘોડી પાસાની જુગારક્લબ ચલાવનાર દાઉદ ઉર્ફે દાવલો નાસી જતાં તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.


Loading...
Advertisement