કાલે ગોંડલના પુસ્તક પ્રેમીનું અભિવાદન કરાશે

25 January 2020 01:20 PM
Gondal Saurashtra
  • કાલે ગોંડલના પુસ્તક પ્રેમીનું  અભિવાદન કરાશે

નિવૃત કર્મચારી 51 વર્ષમાં 2પ હજારથી વધુ પુસ્તકોનું વાંચન કરી ચૂકયા છે

ગોંડલ તા.25
ગોંડલ રાજવી સર ભગવતસિંહજીએ રાજવી કાળમાં ફરજિયાત શિક્ષણ કરી પ્રજાજનોની સુખાકારી માટે હજારો પુસ્તકો સાથે લાઈબ્રેરીનું નિર્માણ કરી આપવામાં આવ્યું હતું અને વર્ષ 1968 માં લાઈબ્રેરી નગરપાલિકા હસ્તક થવા પામી હતી અને ત્યારથી નિત્ય પુસ્તકોનું વાંચન કરતા જીઈબીના નિવૃત કર્મચારીને પ્રજાસત્તાક પર્વે પાલિકા તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવનાર છે.

ગોંડલ ના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જીઈબી ના નિવૃત કર્મચારી મહિપતસિંહ મૂળજી જાડેજા ઉ.વ. 87 છેલ્લા 51 વર્ષથી અત્રેની નગરપાલિકા સંચાલિત લાઈબ્રેરી માં નિત્ય પુસ્તકોનું વાંચન કરી રહ્યા છે, તેઓ દ્વારા 25000 થી પણ વધુ પુસ્તકો નું વાંચન કરી લેવામાં આવ્યું છે જે વાત ની જાણ સન્ડે સ્લમ ડે મિશન ના ફાઉન્ડર પાલિકાના શાશક પક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ના ધ્યાને આવતા તાકીદે પાલિકા ખાતે પેપર વર્ક કરી આગામી 26મી જાન્યુઆરી ના રોજ મોટી ખીલોરી ગામે ઉજવવામાં આવનાર પ્રજાસત્તાક પર્વે પાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવનાર છે.

વ્યક્તિ વિશેષ અંગે રાજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે મહિપતસિંહજી તેઓની નોકરી ની ફરજ દરમ્યાન પ્રજાસત્તાક પર્વ અને સ્વાતંત્ર્ય પર્વ અત્રેના ટાઉન હોલ ખાતે અચૂક ઉજવતા હતા, અને તેઓનો ક્ધટ્રી ફસ્ટ ક્ધટ્રી લાસ્ટ જીવન મંત્ર છે.


Loading...
Advertisement