રાજકોટ: આ ટેન્ક દૂશ્મનોના ભૂક્કા કાઢી નાખશે : શસ્ત્ર પ્રદર્શન-મશાલ પીટી નિહાળતા સીએમ

25 January 2020 12:57 PM
Rajkot Government Gujarat Saurashtra
  • રાજકોટ: આ ટેન્ક દૂશ્મનોના ભૂક્કા કાઢી નાખશે : શસ્ત્ર પ્રદર્શન-મશાલ પીટી નિહાળતા સીએમ

રાજકોટ પોલીસ વિભાગ આયોજીત અને સશસ્ત્ર દળ આયોજીત શસ્ત્ર પ્રદર્શનમાં અત્યાધૂનિક શસ્ત્ર સરંજામ : ટેન્કની ખૂબી જાણતા રૂપાણી

રાજકોટ તા.25
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે ભવ્યાતિભવ્ય થઇ રહી છે. આ ઉજવણી અંતર્ગત આજે ચૌધરી હાઇસ્કુલ, રાજકોટ ખાતે ગુજરાત અને રાજકોટ પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શન 2020 અને મશાલ પીટીનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શુભારંભ કરાવ્યો છે.ગુજરાત પોલીસ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં બી.એસ.એફ., સી.આર.પી.એફ., રેપીડ એક્શન ફોર્સ, એરફોર્સ સહિત ગુજરાત પોલીસ દળ દ્વારા વપરાતા સુરક્ષાને લગતા અત્યાધુનિક સાધનો જેવા કે, એ.કે.47, રાયફલ, એલ.એમ.જી. ગન, ઇન્ટીગ્રેટેડ ટેલીસ્કોપ , સ્નાયપર ગન, સહિત અત્યાધુનિક ઇક્વીપમેન્ટસ અને આતંકવાદીઓ પાસેથી પકડાયેલા હથિયારોનું અદભૂત નિદર્શન કરાયુ છે. આ પ્રદર્શન આગામી બે દિવસ તા.25 અને તા.26 જાન્યુઆરી 2020 દરમ્યાન જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે. જેનો નાગરિકોને બહુધા પ્રમાણમાં લાભ લેવા રાજકોટ પોલીસ દ્વારા અનુરોધ પણ કરાયો છે. આ સમગ્ર પ્રદર્શનને મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રસપૂર્વક નિહાળ્યુ હતું અને પ્રદર્શન વિશે વિસ્તૃત માહિતી પણ મેળવી હતી.

આ વેળાએ જુનાગઢ એસ.આર.પી. ગૃપ દ્વારા અદભૂત મશાલ પીટીનું પ્રદર્શન રજૂ કરાયુ હતુ. જેમાં, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, જય હિંદ, સહિત અન્ય રાષ્ટ્રભક્તિના પ્રતિકોનું મશાલ દ્વારા એસ.આર.પી.ના જવાનોએ નિદર્શન કર્યુ હતું. તેનેપણ મુખ્યમંત્રીશ્રીએ રસપૂર્વક નિહાળ્યુ હતું.આ પ્રસંગે રાજકોટ કલેક્ટર રૈમ્યા મોહન, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત જિલ્લા વહીવટી તંત્રના વડાઓએ મુખ્યમંત્રી રૂપાણીને મશાલ પીટીનો મોમેન્ટો આપી સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે રાજકોટના મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યો સર્વ લાખાભાઇ સાગઠીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Loading...
Advertisement