ગોંડલમાં ખોડીયાર મંદિર સહિતના બે સ્થળો પર ત્રાટકી તસ્કરોનો હાથ ફેરો

25 January 2020 12:44 PM
Gondal Crime
  • ગોંડલમાં ખોડીયાર મંદિર સહિતના બે  સ્થળો પર ત્રાટકી તસ્કરોનો હાથ ફેરો

ચાંદીના છતર, સોનાના દાગીના અને રોકડની ઉઠાંતરી

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.25
રેઢાં પડ સમાં ગોંડલ શહેરમાં પોલીસ ની ઢીલી નિતી નો ફાયદો ઉઠાવી બે ફામ બનેલાં તસ્કરોએ વઘું બે જગ્યાએ હાથફેરો કરી પોલીસ ને વધું ઢીલીઢફ કરી મુકી છે.આ સાથે છેલ્લા એક મહીનામાં ચોરી ની નવ ઘટનાં પોલીસ ચોપડે નોંધાઇ છે.
શહેરમાં ચોરી ની રોજબરોજની ઘટનાઓ માં વધારો થતો હોય તેમ નેશનલ હાઈવે પર આવેલ કોટડીયા પરીવાર નાં કુળદેવી ખોડીયાર માતાજી નાં મંદીર માં તસ્કરોએ તાળાં તોડી અંદર પ્રવેશ કરી ગભઁગૃહ ની ગ્રીલ તોડી સો જેટલાં ચાંદીના છતર તથાં દાનપેટી તોડી તેમાં રહેલ રોકડ સહીત રુ.એક લાખ પિચ્ચોતેર હજાર ની માલ મતા ની ચોરી કરી જતાં બનાવ અંગે ચંદ્રેશભાઇ કોટડીયા એ સીટી પોલીસ માં ફરીયાદ કરી હતી.
ચોરી નો બીજો બનાવ મોવિયા રોડ ઉપર આવેલ પશુદવાખાના પાછળ રહેતાં અમીનભાઇ ઇસ્માઇલભાઇ સાડેકી નાં બંધ મકાન નાં તાળાં તોડી તસ્કરોએ રુ.ચાલીસ હજાર ની કિંમત નાં સોના નાં એરિંગ ની ચોરી કરી જતાં બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.
છેલ્લા કેટલાક સમયથી ચોરી ની ઘટનાં ઓ વારંવાર બનતી હોય શહેરીજનો ભયભીત બન્યાં છે.બીજી બાજુ શહેરમાં પોલીસ નાં અસ્તિત્વ સામે સવાલ ઉભાં થવાં પામ્યાં છે.


Loading...
Advertisement