રાજકોટ : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર માલીયાસણનો પટેલ શખ્સ ઝડપાયો

24 January 2020 04:01 PM
Rajkot Crime Education Saurashtra
  • રાજકોટ : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર માલીયાસણનો પટેલ શખ્સ ઝડપાયો

મયુર સાવલીયા સગીરાને કુવાડવા અને જૂનાગઢ લઇ જઇ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો’તો : કાલ સુધી રીમાન્ડ પર

રાજકોટ તા.24
શહેરના યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં યુનિવર્સિટી પોલીસે માલીયાસણ ગામના પટેલ શખ્સની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારની સગીરને પાંચ મહિલા પહેલા પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાચ આપી માલીયાસણનો મયુર સાવલીયા નામનો શખ્સ ભગાડી ગયો હતો.

આ બનાવ અંગે સગીરાના પરિવારજનોએ ગત તા.20ના રોજ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી, બી.જી.ડાંગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મયુર કમલેશ સાવલીયા (ઉ.વ.24) (રહે.માલીયાસણ ગામ પટેલવાસ)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા પોતાને સગીરા સાથે પાંચ મહિના પહેલા મુલાકાત થઇ હતી. બાદ કુવાડવા પાસે ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું. બાદ જૂનાગઢ પણ લઇ ગયો હતો. આ અંગે પોલીસે પોલીસે શનિવાર સુધીના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement