ઝાલાવાડ: જાતિય સતામણીને કારણે 16 ગામની 30 ટકા વિદ્યાર્થીનીઓએ શાળા છોડી

24 January 2020 03:23 PM
Surendaranagar Crime Education Gujarat Saurashtra
  • ઝાલાવાડ: જાતિય સતામણીને કારણે 16 ગામની 30 ટકા વિદ્યાર્થીનીઓએ શાળા છોડી

ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ અને સ્વાતિ સંસ્થાના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી વિગત

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.24
ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ અને સ્વાતિ સંસ્થાએ સંયુક્તપણે કરેલા સર્વેમાં સામે આવ્યુ છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના 16 ગામમાં 30 ટકા વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણી કારણે ભણવાનું છોડ્યું છે. સુરેન્દ્રનગરના દસાડા અને પાટડી વિસ્તારના ગામોમાં કરેલા સર્વેમાં સામે આવ્યું છે કે, 19 ટકા વિદ્યાર્થિનીઓની શાળાના રસ્તે છેડતી થાય છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં 38 ટકા મહિલાઓ પણ જાતીય સતામણીનો ભોગ બની રહી છે.

કમેન્ટસ અને ગીત ગાઇને લોકો છેડતી કરે છે
મોટાભાગે વિદ્યાર્થીની અને મહિલાઓ સામે જોઇને ગીતો ગાવા, ટિપ્પણી કરવી, મોબાઇલ ફોન પર મેસેજ મોકલવા, સંમતિ વિના ફોટા લેવા, આંખ મારવી, હાથ પકડવો, અશ્લિલ હરકત કરવી જેવી જાતિય સતામણી કરવામાં આવે છે. 59 ટકા વિદ્યાર્થી-મહિલાઓનુ કહેવુ છે કે, લોકો કમેન્ટસ પાસ કરીઅનેગીતો ગાઇ છેડતી કરે છે. 19 ટકા વિદ્યાર્થીનીઓની છેડતી શાળાના માર્ગ પર થાય છે જ્યારે 53 મહિલાઓની કામ કરવાના સ્થળે જાતિય સતામણી થાય છે. 43 ટકા છોકરીઓ અને 57 ટકા મહિલાઓ એવું કહે છે કે, સતામણીથી બચવા વહેલા લગ્ન કરી લેવા જોઇએ.

વિદ્યાર્થિનીઓ બસ-જીપમાં પણ જતા ડરે છે
દસાડા અને પાટડી વિસ્તારના ગામડાઓમાં 1200 વિદ્યાર્થીની-મહિલાઓને પૂછતાં સર્વેમાં એવા તારણો બહાર આવ્યાં કે, 18 ટકા વિદ્યાર્થીનીઓએ તો છેડતીને કારણે શાળાનો રસ્તો જ બદલી નાંખ્યો હતો. 30 ટકા વિદ્યાર્થીનીઓ તો શાળાએ જવાની સુવિધાના અભાવે જ શાળાએ જવાનુ છોડી દીધું. કેમકે, વિદ્યાર્થીઓ તો સાઇકલ લઇને ય શાળામાં પહોંચી જાય છે. બેડટચને કારણે વિદ્યાર્થીનીઓ બસ કે જીપમાં જતાં ખચકાટ અનુભવે છે.

96 ટકા યુવાનો મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે
આ સર્વેમાં સામે આવ્યું કે, શહેરોની જેમ ગામડાઓમાં પણ યુવાઓમાં મોબાઇલ ફોનનો ધૂમ વપરાશ છે. 96 ટકા યુવાનો મોબાઇલ ફોન વાપરે છે. જ્યારે માત્ર 19 ટકા જ છોકરીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. 26 ટકા યુવાનો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જ્યારે માત્ર 4.3 ટકા છોકરીઓ ઇન્ટરનેટ વાપરવાનું જાણ છે.


Loading...
Advertisement