રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીના બંગલા બહાર સીઆરપીએફ કમાન્ડોનું ગોળી વાગતા મોત

24 January 2020 12:51 PM
Jamnagar Business Crime Gujarat Saurashtra
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીના બંગલા બહાર સીઆરપીએફ કમાન્ડોનું ગોળી વાગતા મોત

કમાન્ડોનું અકસ્માતે છાતીમાં ગોળી વાગતા મોત થયાનું પ્રાથમિક તારણ

કેશોદ તા.24
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના બંગલાની બહાર તૈનાત સીઆરપીએફ કમાન્ડોનું અકસ્માતે ગોળી વાગતા તેનું મોત નિપજયું હતું. આ ઘટના બુધવારે સાંજે સાત વાગ્યાની આસપાસ પેડાર રોડથી દૂર અંબાણીના 27 માળના બંગલા એન્ટિલીયાની બહાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની સુરક્ષા ચોકી પર બની હતી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જયાં મોડી રાત્રે સારવાર દરિયાન તેનું મોત નિપજયું હતું. અહેવાલમાં જણાવાયું છે. મૃતકની ઓળખ દેવદાન બકોત્રા તરીકે થઇ હતી. જે ગુજરાતના જૂનાગઢ જિલ્લાનો વતની હતો અને વર્ષ 2014માં આ દળમાં જોડાયો હતો. તેનું મૃતદેહનું પોસ્ટમોર્ટમ પછી તેના પરિવારને સોંપવામાં આવ્યું હતું.


આ અધિકારીએ આત્મહત્યા કરી છે કે તે અકસ્માત હતો કે નહી તેની પૃષ્ટિ થઇ શકી નથી. અધિકારીઓનું માનવું છે કે તે આત્મહત્યાનો મામલો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બકોત્રા ઠોકર ખાઇને પડી ગયો જેના કારણે તેની ઓટોમેટીક રાઇફલમાં આગ લાગી હતી. સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને છાતીમાં ગોળીની બે ઇજાઓ થઇ હતી. ગામ દેવી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો હતો અને આગળની તપાસ ચાલી રહી છે.


મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે તે આકસ્મિક ગોળીબાર હતો. તે આત્મહત્યા હોવાનું જણાતું નથી. એમ પોલીસ ઉપાયુકત રાજીવ જૈને જણાવ્યું હતું. સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફને અંબાણીને વીઆઇપી સુરક્ષા કવરની ટોચની ઝેડ પ્લસ કેટેગરી હેઠળ સુરક્ષીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. નીતા અંબાણી પણ સમાન કેવર હેઠળ દળ દ્વારા સુરક્ષીત છે. પરંતુ તેણીની પાસે વાય કવરની એક નાની કેટેગરી છે. જીણવટ ભરી તપાસ ચાલી રહી છે.


Loading...
Advertisement