રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે: લીંબડી-બગોદરા વચ્ચે થયેલા અકસ્માતમાં 300 જીંદગી હોમાઇ

24 January 2020 11:35 AM
Surendaranagar Gujarat Rajkot Saurashtra
  • રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે: લીંબડી-બગોદરા વચ્ચે થયેલા અકસ્માતમાં 300 જીંદગી હોમાઇ

બેફામ સ્પીડે દોડતા વાહનો અકસ્માત નોતરતા હોવાનું તારણ : છ માર્ગીય બનાવવાની ચાલતી કામગીરી પણ કારણભૂત હોવા છતાં તંત્રએ હાથ ખંખેર્યા : આરટીઓ, પોલીસ પર જવાબદારી ઢોળી દેતુ પીડબલ્યુડી

મોરબી તા.24
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી બગોદરા અને રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર એક જ વર્ષના ટૂંકા સમયગાળામાં અકસ્માતોની ઘટનામાં 300 થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ છે.
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ થી રાજકોટ નેશનલ હાઈવે નંબર 47 ની સરકાર દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે છ માર્ગીય બનાવવામાં આવી રહ્યો છે 200 કિમી લાંબા રોડના કામકાજ દરમિયાન આવતા ડાઇવર્ઝન અને સ્પીડ લિમિટ ના કોઈ સાંકેતિક જીનો કોન્ટ્રાક્ટર દ્વારા નહીં મુકવામાં આવતા અજાણ્યા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે જે છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતોમાં 300 થી વધુ નિર્દોષોનો ની જીંદગી અકસ્માતને લઇ મોતના મુખમાં ધકેલાઇ ગઇ છે.

હાઈવે ઉપર વધી રહેલા અકસ્માતોની સંખ્યા અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર ચાલતા વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ વાહનો ચલાવી રહ્યાની બૂમરાણ થવા પામી છે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદથી રાજકોટ 200 કિમીનો હાઇવે રોડ કરોડો રૂપિયાના ખર્ચે છ માર્ગીય રસ્તાના કામમાં એજન્સી દ્વારા સરકારના નીતિનિયમોને ઘોળીને પી જઈ હોવાની બૂમરાણ સાથે હાઈવે ઉપર ચાલતા રસ્તા ના નામ દરમિયાન જે તે વિસ્તારના કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય છે અને તે જાહેરનામાનો અમલ આરએન્ડડી વિભાગ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી એજન્સી કરે છે.

પણ અહીં તો હજારો કરોડના કામમાં એક બીજા ના મેળા પીપળા થી રોડના કામમાં ટેન્ડરની જોગવાઈઓને સાઈડમાં મુકીને એકબીજાના ખજૂર ગરમ કરી સરકારને કરોડો રૂપિયાની ગામ માં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી નિર્દોષ વાન અને મુસાફરોનો ભોગ લેવાયો લેવામાં આવી રહ્યો છે વહેલી તકે મધરોળ તંત્ર જાગીને તપાસ કરે તો ખબર પડે કે છેલ્લા એક વર્ષમાં અમદાવાદ થી રાજકોટ ચાલતા છ માર્ગીય ગામમાં રોડ પર ડાઈવર્ઝન અને સલામતી બોર્ડના અભાવે કેટલીક જિંદગીઓ હોમાઇ ગઇ છે.

તંત્ર દ્વારા પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાધુનિક અને ટેકનોલોજી સાથે હાઈ સ્પીડ વાહનો બજારમાં આવી ગયા છે અને તેના ડ્રાઈવર તરીકે ગામડાના ટ્રેક્ટર ચલાવતાં વગર લાયસન્સવાળા મોટાભાગે જોવા મળતા હોય છે 80% અકસ્માતો ના કારણે થતા હોય છે ત્યારે ત્યારે 20% જવાબદારી હાઈવે રોડ ઓથોરિટીની જોવા મળી રહી છે તેવું જણાવવામાં આવી રહી છે હાઈવેના કામ દરમિયાન ડાઇવર્ઝન અને કલેક્ટરને કોઈ જાહેરનામુ બહાર પાડયું નથી લીમડી માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર ળમ વિઠ્ઠલપુર જણાવ્યું હતું કે હાઇવે રોડ ઉપર ક્યા અને કેટલા ડાઇવર્ઝન મૂકવા તે બાબતે કલેક્ટરે કોઈ જાહેરનામું બહાર પાડયું નથી હાઇવે ઓથોરિટી દ્વારા ચાલુ કામ દરમિયાન હાઇવે ઉપર વાહન ચાલકો વાણી સ્પીડ લિમિટ કેટલી રાખવી વાહન ચલાવવું તેનો અમલ આરટીઓ અને પોલીસને કરવાનો હોય છે અમારે નહીં તેમ પોતાની જવાબદારી માંથી હાથ ઊંચા કરી દીધા હતા.

માર્ગ છેલ્લા કેટલાક મહિનાથી અને અરમાન ભરેલી માનવ જિંદગી દમ તોડી રહી છે સરકારી તંત્ર ના અધિકારીઓ જવાબદારી પોતાના શિરે લેવાના બદલે એકબીજાના વિભાગને ખો ખો આપી રહ્યા છે જો કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હોય તો કોપી આર.ડી અને પોલીસને મોકલવી ફરજીયાત બને છે પ્રોજેક્ટ મેનેજર જણાવી રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાં લીમડી થી ચોટીલા હાઈવે ઉપર થયેલા અકસ્માતોના પોલીસ ચોપડે નોંધાયેલા આંકડા લીમડી અકસ્માત 32 14ના મોત 36 ને ઈજા પાણસીણા માં 21 અકસ્માત 12ના મોત 33 ઇજા સાયલામાં 48 અકસ્માતના બનાવમાં 26 મોત 45 ઇજા ચોટીલામાં 43 અકસ્માત 19ના મોત અને 48 ને ઇજા આમ કુલ 144 અકસ્માતો 71 ના મોત 162 ઘાયલ જ્યારે બગોદરા હાઈવે ઉપર પણ અકસ્માતની હારમાળા સર્જતી રહે છે ત્યારે જે મળી અને હાઇ-વે ઉપર 300 જેટલી માનવ જિંદગીઓ હોમાઇ ગઇ છે.


Loading...
Advertisement