ભાજપના વધુ ધારાસભ્યો બળવો કરશે: રૂપાણી સ્ટમ્પ આઉટ થશે: ધાનાણી-ચાવડા

23 January 2020 06:30 PM
Rajkot Gujarat Politics
  • ભાજપના વધુ ધારાસભ્યો બળવો કરશે: રૂપાણી સ્ટમ્પ આઉટ થશે: ધાનાણી-ચાવડા

અનેક ધારાસભ્ય અમારી પાસે હૈયાવરાળ ઠાલવે છે

રાજકોટ: ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા પર પ્રતિભાવ આપતા વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ કહ્યું કે હવે છતું થયું છે કે ભાજપના જ ધારાસભ્ય રજુઆત કરી શકતા નથી. આ સિલસિલો અટકતો નથી. ભાજપના અનેક ધારાસભ્યો અમારી પાસે આવી હૈયા-બળતરા ઠાલવે છે અને આગામી દિવસોમાં વધુ ધારાસભ્યો ખુલ્લામાં આવો અને સરકાર વિશ્ર્વાસ બળવો કરશે તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ મુખ્યમંત્રી પર કટાક્ષ કરતા કહ્યું કે વિજય રૂપાણીએ પુરી પીચ પર જ રમવું જોઈએ અને લોકોના કામ કરવા જોઈએ જો તે અડધી પીચ પર રમવા આવશે તો ભાજપના જ ધારાસભ્યો તેમને સ્ટમ્પ આઉટ કરી દેશે.


Loading...
Advertisement