ગુજરાતના પાંચ આંગડીયા કર્મચારી પાસેથી હરિયાણામાં 80 લાખની લૂંટ

23 January 2020 06:27 PM
Crime Gujarat
  • ગુજરાતના પાંચ આંગડીયા કર્મચારી પાસેથી હરિયાણામાં 80 લાખની લૂંટ

હરિયાણાના પાણીપતમાં ગુજ૨ાતના પાંચ આંગડીયા પેઢી કર્મચા૨ીઓ પાસેથી ૮૦ લાખની લૂંટ ક૨વામાં આવ્યાની સનસનીેખેજ વિગતો પ્રકાશમાં આવી છે. ગુજ૨ાતના પાંચ આંગડીયા યુવકો જયાં ૨હેતા હતા ત્યાં ચા૨ અજાણ્યા શખ્સો ઘુસી આવ્યા હતા અને પિસ્તોલ બતાવીને ૮૦ લાખની માલમતા સાથેના થેલાની લુંટ ચલાવીને નાસી ગયા હતા. લુંટારૂઓથી બચવા પાંચમાંથી એક યુવકે પહેલા માળેની નીચે ઝંપલાવ્યુ હતું છતાં લુંટારૂ ઈ૨ાદામાં સફળ થયા હતા.


Loading...
Advertisement