કેતન ઇનામદાર ભાજપમાં ઇન-આઉટ થવામાં માહિર

23 January 2020 06:27 PM
Rajkot Gujarat Politics
  • કેતન ઇનામદાર ભાજપમાં ઇન-આઉટ થવામાં માહિર

હજુ ગત વર્ષે જ લોકોના કામનો મુદ્દો ઉઠાવનાર ત્રણ ધારાસભ્યોમાં યોગેશ પટેલ મંત્રી બની ગયા, મધુ શ્રીવાસ્તવને નિગમ અપાયું અને કેતન ઇનામદારને રહી ગયાનો અફસોસ હતો : સાવલીના ધારાસભ્યનું ટાર્ગેટ મંત્રીમંડળ કે બોર્ડ નિગમ હોવાની ચર્ચા : કેરિયરના પ્રારંભથી જ ભાજપ વિરુધ્ધ ચૂંટણી લડી ચૂક્યા છે : 2012માં અપક્ષ

રાજકોટ,તા. 23
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા પાછળ લોકોનાપ્રશ્ર્નો નહીં પણ તેમની મહત્વકાંક્ષા જવાબદાર હોવાનું પક્ષના ઉચ્ચ વર્તુળોએ જણાવ્યું હતું. અને ઉમેર્યું કે હાલ ગુજરાતમાં ભાજપ સંગઠન અને સરકારની પુર્નરચનાની ચર્ચા થાય છે તેમાં ખુદનું સ્થાન નિશ્ર્ચિત કરવા કેતનભાઈએ લોકોના પ્રશ્ર્નોનો મુદ્દો ઉઠાવ્યો છે. વાસ્તવમાં તેઓ બળવાખોર સ્વભાવના છે અને પ્રથમ વખત નથી કે તેઓ લોકોના પ્રશ્ર્ને આ રીતે ધોકો પછાડી ચૂક્યા છે. હજુ ગત વર્ષે જ જૂન મહિનામાં વડોદરા જિલ્લાના ત્રણ ધારાસભ્યોરાવપુરના યોગેશ પટેલ, વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ અને ખુદ કેતન ઇનામદારની એક બેઠક મળી હતી અને તેમાં પણ લોકોના પ્રશ્ર્નો ઉકેલાતા નહીં હોવાની ફરિયાદ તેઓએ સંયુક્ત રીતે કરી હતી. અને તે સમયે પણ ભાજપમાં ચર્ચા જાગી હતી. પરંતુ બાદમાં યોગેશ પટેલ રાજ્યમંત્રી બની ગયા, મધુ શ્રીવાસ્તવને નિગમમાં ચેરમેન બનાવાય અને કેતન ઇનામદારને કોઇ ખાતરી અપાઈ હશે પરંતુ તેઓને કાઇ ન મળતાં નારાજ થયા હોવાનું માનવામાં આવે છે. ભૂતકાળમાં પણ તેઓ અનેક વખત ભાજપમા ઇન-આઉટ થઇ ચૂક્યા ચે. પંચાયત ચૂંટણીથી લઇને ધારાસભાની સુધીની ચૂંટણીમાં તેઓ અપક્ષ લડ્યા છે. ભાજપે તેને સસ્પેન્ડ કર્યાં છે અને ફરી પણ લીધા છે. છેલ્લે 2012માં તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પણ ફરી ભાજપમાં ભળ્યા અને 2017માં ભાજપની ટીકીટ ઉપર જ ધારાસભ્ય બન્યા છે.


Loading...
Advertisement