આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 20000 છાત્રો-1500 શિક્ષકોનું દેશભક્તિ ગીતોનું સમુહગાન

23 January 2020 05:34 PM
Rajkot Saurashtra
  • આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 20000 છાત્રો-1500 શિક્ષકોનું દેશભક્તિ ગીતોનું સમુહગાન

રેસકોર્ષ મેદાન ફરતે માનવસાંકળ, એશિયા બુકમાં રેકોર્ડ નોંધાશે

રાજકોટ,તા. 23
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં કોઇ કચાશ ન રહી જાય તે માટે હવે વિદ્યાર્થી શક્તિ પણ મેદાને ઉતરી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ જિલ્લા દ્વારા તા. 24 અને 25મીનાં રોજ કાર્નિવલનું આયોજન કરાયું છે. જેમાં રેસકોર્સ રિંગ રોડ ફરતે 32 સ્ટેજ પર વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ભારતના કુલ 29 રાજ્યોની કલા સંસ્કૃતિ, લોકનૃત્ય તથા દેશભક્તિ પ્રસ્તુત કરી રાષ્ટ્રીય એકતા દર્શાવશે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ પણ જોડાશે.

મંડળના પ્રમુખ અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે 24મીએ સાંજે 6.45 કલાકે મુખ્યમંત્રી દ્વારા રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલનું ઉદ્દઘાટન કરવામાં આવશે. તે સમયે રેસકોર્સ રીંગ રોડ ફરતે સ્વનિર્ભર શાળાઓના, ન.પ્રા.શિ. સમિતિના વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગ બાળકો અને મૂક બધિર, પ્રજ્ઞાચક્ષુ બાળકો સહિત 20 હજારથી વધુ બાળકો ને 1500થી વધુ શિક્ષકો માનવ સાંકળ બનાવીને દેશભક્તિનાં ગીતોનું સમુહ ગાન કરશે. 20 હજારથી વધુ વિદ્યાર્થીઓના દેશભક્તિના સમૂહગાનની નોંધ એશિયા બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવશે.


Loading...
Advertisement