રાજકોટ:ક્રાઇમબ્રાંચના નવા બિલ્ડીંગનું 25 જાન્યુઆરીના ખાતમુર્હુત

23 January 2020 05:25 PM
Rajkot Crime Saurashtra
  • રાજકોટ:ક્રાઇમબ્રાંચના નવા બિલ્ડીંગનું 25 જાન્યુઆરીના ખાતમુર્હુત

રૂડાના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા નવા બિલ્ડીંગનું ડીજીટલ ખાતમુર્હુત કરાશે :હેડ કવાર્ટરમાં બનનાર આ પોલીસ સ્ટેશન આધુનિક ઉપકરણોથી સજ્જ હશે : દુર્ગા શકિત ટીમને વધુ ગતિશીલ બનાવાશે :

રાજકોટ તા.23
શહેરમાં ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગનું આગામી તા 25 જાન્યુ. ના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કાલાવડ રોડ પર રૂડાના કાર્યક્રમ દરમિયાન ડિજીટલ ખાતમુહૂર્ત કરવમાં આવનાર છે.આધુનિક ઉપકરણોથી સજ્જ આ પોલીસ સ્ટેશનના બિલ્ડીંગનું નિર્માણ પોલીસ હેડક્વાર્ટર ખાતે થનાર છે.પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ ત્રણ માળનું બનાવવામાં આવશે.

ટ્રાફિક પોલીસને 37 બુલેટ આપવામાં આવશે
મુખ્યમંત્રીના હસ્તે તા.25/01/2020ના રોજ ઇસ્કોન મંદિર પાસે રૂડાના લોકાર્પણના કાર્યક્રમ દરમ્યાન સરકાર તરફથી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ માટે 37 રોયલ ઇનફીલ્ડના બુલેટ મોટરસાયકલ ઇસ્યુ કરવામાં આવ્યા છે. તે બુલેટ ટ્રાફિક પોલીસને એનાયત કરવામાં આવનાર છે હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગત વર્ષ દરમ્યાન કુલ-2,10,891/- કેસો કરી કુલ રૂ.5,33,23,016/- નો રોકડ દંડ વસૂલ કરવામાં આવેલ આ બુલેટ મોટરસાઇકલ રાજકોટ શહેર ટ્રાફિક દ્વારા ટ્રાફિક નિયમન અર્થે તેમજ ટ્રાફિક જામ ની સ્થિતિ ને પહોંચી વળવા તેમજ કોઈ જગ્યાએ અકસ્માતનો કારણે રોડ બ્લોક થયેલ હોય તે જગ્યાએ તાત્કાલિક પહોંચવા સારુ તેમજ વી.વી.આઇ.પી. બંદોબસ્ત તેમજ અન્ય ટ્રાફિકની કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવશે.


ગુન્હેગાર થી લોકોની જાન માલ મિલકત નું રક્ષણ થાય. તેમજ અણઉકેલ ગુન્હા શોધી કાઢવા જેવા મહત્વની કામગીરી ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે. જે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનને આધુનિક ઉપકરણોથી સજજ નવા બીલ્ડીંગની જરૂરીયાત હોય. જેથી સરકારના રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી.આ બાબતે મુખ્ય મંત્રીએ અંગત રસ લઈ દરખાસ્ત મંજુર કરી હતી.અને રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર્સ ખાતે ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનનુ નવુ બિલ્ડીંગ નિર્માણ થનાર છે. જે ત્રણ માળનું બીલ્ડીંગ બનનાર છે. જે આધુનિક જરૂરિયાત મુજબ નું ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન નિર્માણ થનાર છે. જે બીલ્ડીંગનું મુખ્ય મંત્રી દ્વારા અગામી તા.25/01/2020 ના રોજ કાલાવાડ રોડ,ઇશ્કોન મંદિર પાસેના રૂડાના કાર્યક્રમ દરમ્યાન રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના નવા બીલ્ડીંગનું ડીજીટલ ખાત મુહૂર્ત કરવામા આવશે.

સુરક્ષા એપ્લિકેશનનું વર્ઝન 2 શરૂ કરાશે
રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જે પોલીસ તથા નાગરિકોની માટે ખૂબ જ અગત્યની સાબિત થઈ રહી છે. આ એપ્લિકેશન વર્ઝન-ર શરૂ કરવામા આવનાર છે.
મનોજ અગ્રવાલે અંગત રસ દાખવીને ગુનેગારો ઉપર લગામ કસવા તેમજ પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તે હેતુથી રાજકોટ સુરક્ષા એપ્લીકેશનમાં નવા ફીચર્સ નો ઉમેરો કરવામાં આવેલ છે. પોલીસની ઓનલાઇન લોકેશન સાથે હાજરી અંગે નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.બીટ ઈન્ચાર્જ બીટમાં કરેલ કામગીરી પણ એપ્લિકેશનમાં કરવામાં આવશે.દરેક પોલીસ અધિકારી,કર્મચારીએ પોતાની કામગીરી વર્ક બુક માં ઓનલાઇન કરવાની રહેશે.સુચારૂ ટ્રાફિક નિયમન માટે તેમજ ટ્રાફિક ભંગના બનાવો અટકાવવા અંગે નવા ફીસર્ચ ઉમેરવામાં આવ્યા છે.હથિયાર લાઇસન્સ અંગેની કામગીરી પણ આ એપ્લિકેશન મા થઇ શકશે.


રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ મહિલાઓ જાહેર સ્થળો ઉપર સુરક્ષા અનુભવે તેમજ છેડતી, જાતીય સતામણી જેવા ગુન્હા બનતા અટકાવવા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજકોટ શહેર ખાતે દરેક પોલીસ સ્ટેશન માં દુર્ગા શકિત ટીમ" ની રચના કરવામાં આવી છે. આ દુર્ગા શકિત ટીમનું અનાવરણ તા.16/12/2017 ના રોજ અંજલીબેન રૂપાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું.હાલ દુર્ગા શકિત ટીમની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે તેમને પી.જી.વી.સી.એલ. રાજકોટ તેમજ ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ તરફથી રાજકોટ શહેર પોલીસને દુર્ગા શકિત ટીમ માટે 25- ટી.વી.એસ. જયુપિટર ની ભેટ આપવામાં આવી છે. જે જયુપીટર નો દુર્ગા શકિત ટીમ રાજકોટ શહેર વિસ્તાર માં મહિલાઓની છેડતી તથા જાતિય સતામણીના બનતા બનાવો અટકાવવા માટે તાત્કાલીક પહોચી શકે તે માટે ઉપયોગ કરશે.


Loading...
Advertisement