સૌરાષ્ટ્ર બુક ફેર નવલું નઝરાણું બની રહેશે : બે લાખ છાત્રો સહિત દશ લાખ લોકો લેશે મુલાકાત

23 January 2020 05:11 PM
Rajkot Saurashtra Education Government
  • સૌરાષ્ટ્ર બુક ફેર નવલું નઝરાણું બની રહેશે : બે લાખ છાત્રો સહિત દશ લાખ લોકો લેશે મુલાકાત
  • સૌરાષ્ટ્ર બુક ફેર નવલું નઝરાણું બની રહેશે : બે લાખ છાત્રો સહિત દશ લાખ લોકો લેશે મુલાકાત
  • સૌરાષ્ટ્ર બુક ફેર નવલું નઝરાણું બની રહેશે : બે લાખ છાત્રો સહિત દશ લાખ લોકો લેશે મુલાકાત
  • સૌરાષ્ટ્ર બુક ફેર નવલું નઝરાણું બની રહેશે : બે લાખ છાત્રો સહિત દશ લાખ લોકો લેશે મુલાકાત
  • સૌરાષ્ટ્ર બુક ફેર નવલું નઝરાણું બની રહેશે : બે લાખ છાત્રો સહિત દશ લાખ લોકો લેશે મુલાકાત

શનિવારથી પાંચ દિ’ ડી.એચ. કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડમાં જામશે સાહિત્ય સંગમ : તૈયારીઓને આખરી ઓપ : પુસ્તકોની ખરીદી પર 20 થી 80% સુધીનું ભારેખમ ડિસ્કાઉન્ટ અપાશે : વિવેક બિન્દ્રા મનોજ જોશી, પુષ્પેન્દ્ર સહિતના ખ્યાતિપ્રાપ્ત મહાનુભાવો હાજરી આપશે : વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા 10 હજાર છાત્રોને શિલ્ડ, સર્ટીફિકેટ એનાયત થશે : રંગારંગ કાર્યક્રમો :મ્યુ.કોર્પો. અને યુનિ.ના પદાધિકારીઓએ બુક ફેરની લીધેલી સ્થળ મુલાકાત

રાજકોટ તા.23
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.2પ થી 29 દરમિયાન ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલની તૈયારીઓને આપી દેવામાં આવેલ છે.

આ સૌરાષ્ટ્ર બૂક ફેર અને લિટરેચર ફેસ્ટીવલ નવલુ નઝરાણું બની રહેશે. બુક ફેરમાં પુસ્તકોની ખરીદી પર 20 થી 80 ટકા સુધીનું ડીસ્કાઉન્ટ આપવામાં આવનાર છે. બે લાખ વિદ્યાર્થીઓ સહિત પાંચ લાખ લોકો આ બુકફેરની મુલાકાત લેનાર છે. સૌરાષ્ટ્ર યુનિ તેમજ રાજકોટ મહાનગરપાીલકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ આજે આ બુક ફેરની સ્થળ વિઝીટ કરી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે આ બુક ફેર અને લીટરેચર ફેસ્ટીવલનું ઉદઘાટન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા.25ને શનિવારે સવારના 9 કલાકે કરવામાં આવનાર છે. આ પ્રસંગે સંત પૂ.રમેશભાઇ ઓઝા વિશેષ ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે.

આ અંગે સૌરાષ્ટ્ર બુક ફેરના કો-ઓર્ડીનેટર અને સૌરાષ્ટ્ર યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર ડો.મેહુલભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે આ સૌરાષ્ટ્ર બુક ફેર એ વિવેક બિન્દ્રા, મનોજ જોશી, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ જેવા આંતર રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત મહાનુભાવોને મળવાનો અને માણવાનો સોનેરી અવસર બનશે.
સૌરાષ્ટ્ર બુક ફેરમાં ધો.1 થી 8ના 10 હજાર વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનતા તેઓને શિલ્ડ-સર્ટીફીકેટ અને ગીફટ એનાયત કરાશે. બુક ફેરના પાંચ દિવસ દરમિયાન રંગારંગ કાર્યક્રમો યોજાશે. જેમાં મુલાકાતીઓને કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે યુનિ અને મ્યુ.કોર્પો.ના અધિકારીઓ અને પદાધિકારીઓ ખડે પગે રહેશે.

બુક ફેરને સફળતા બક્ષવા માટે રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ, ડે.મેયર અશ્ર્વિન મોલીયા, સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ વિજયભાઇ દેશાણી, રજીસ્ટ્રાર તમામ સિન્ડીકેટ મેમ્બરોની આગેવાની હેઠળ એકેડેમીક કાઉન્સીલના સભ્યો, સેનેટ સભ્યો, અલગ-અલગ ડીપાર્ટમેન્ટ-કોલેજોનાં પ્રિન્સીપાલો, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

અંજલીબેન રૂપાણી (પ્રભારી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો), નીતિનભાઇ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), વિશેષ માર્ગદર્શન બુકફેરમાં આપી રહ્યા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલનાં કોર્ડીનેટર મેહુલભાઇ રૂપાણીનાં માર્ગદર્શનમાં બુકફેરનાં કાર્યક્રમને સફળ બનાવવા જુદી-જુદી કમિટીઓની રચના કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત આ બુક ફેરમાં મોટી સંખ્યામાં કલાકારો અને ભાવિકો એક સ્થળે એકઠા થઇ સાહિત્યનો ઉત્સવ ઉજવી રહ્યા છે. શબ્દ સંવાદ, તરવરાટ સાહિત્ય સંઘ્યા, સર્જન વર્કશોપ, ઓથર્સ કોર્નર અને બાળકો-વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારની હરિફાઇઓ સાથે બુક ફેર રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા માટે યાદગાર બની રહેશે.
તા.25થી 29 જાન્યુઆરી દરમિયાન ડી.એચ.કોલેજનાં કેમ્પસમાં યોજાનાર સૌરાષ્ટ્ર બુક ફેર અંગેની તમામ માહિતી સૌરાષ્ટ્ર બુક ફેર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. રસીકો પોતાના મનગમતાં વકતા સાહિત્યકાર, લેખક, પત્રકાર, કવિને સાંભળવા માટે વેબસાઇટ http://saurashtrabookfair.in/ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ શકશે. બુકફેરનો સમય સવારના 10 થી રાત્રીના 10 કલાક સુધીનો નિયત કરવામાં આવેલ છે.


Loading...
Advertisement