રાજકોટ: ગ્રીનલેન્ડ ચોકડી પાસે શાળા નજીક વિદ્યાર્થીને અન્ય છાત્રોએ માર માર્યો

23 January 2020 03:53 PM
Rajkot Crime Education Saurashtra
  • રાજકોટ: ગ્રીનલેન્ડ ચોકડી પાસે શાળા નજીક વિદ્યાર્થીને અન્ય છાત્રોએ માર માર્યો

સામુ જોવા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી પાઈપ-પથ્થરથી માર માર્યો : મવડી રોડ પર બાઈક સરખુ ચલાવવાનું કહેતા યુવાન અને તેના મિત્રને ત્રણ શખ્સોએ ઢીબી નાંખી છરી ઝીંકી

રાજકોટ,તા. 23
શહેરના ગ્રીન ચોકડી પાસે શિવનગરમાં રહેતા 17 વર્ષનાં ધો. 12માં ભણતા વિદ્યાર્થીને અન્ય છાત્રોએ સામુ જોવા બાબતે માથાકુટ કરી પાઈપ-પથ્થર વડે માર માર્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શિવનગરમાં રહેતા હિરા ચનાભાઈ મુંધવા (ઉ.17) નામના વિદ્યાર્થીએ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે માસુમ વિદ્યાલયમાં ધો. 12માં અભ્યાસ કરતો હોય સ્કૂલના દરવાજા પાસે હતો. અન્ય વિદ્યાર્થી સાથે સામુ જોવા બાબતે માથાકૂટ થતા બે વિદ્યાર્થી તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ મળી પાઈપ તથા પથ્થર મારી દેતા ફરિયાદ નોંધાવનાર છાત્રને ઇજા પહોંચી હતી.

અન્ય બનાવમાં કોઠારિયા રોડ પર વિજયનગર શેરી નં. 1માં રહેતો અલ્પેશગીરી ઉર્ફે લખન કાંતીપરી ગોસ્વામી (ઉ.29) રાત્રિનાં મવડી રોડ પર ડિલક્સ પાનની દુકાન પાસે બાપા સીતારામ ચોક નજીક બાઈક લઇને જતો હતો ત્યારે સાવન પટેલ તથા તેની સાથે અજાણ્યા બે શખ્સો પુરપાટ ઝડપે બાઈક લઇને નીકળતા તેને જોઇને બાઈક ચલાવવાનું કહેતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ તેના મિત્ર રવિને હાથમાં છરી ઝીંકી દીધી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement