નિર્ભયાના આરોપીઓને આખરી ઈચ્છા પુછી લેવાઈ

23 January 2020 12:06 PM
Crime India
  • નિર્ભયાના આરોપીઓને આખરી ઈચ્છા પુછી લેવાઈ

ફાંસી પૂર્વેના આખરી સપ્તાહનો પ્રારંભ: હજુ કાનુની ગૂંચ આવી શકે : વસિયતનામુ કરવા- ધાર્મિક પુસ્તકો વાંચવા માટે પૂછાયું : બે આરોપીઓની ‘ભૂખ’ મરી: અક્ષય અને મુકેશને ‘મોત’ની ચિંતા નથી

નવી દિલ્હી: 2012ના દિલ્હીના નિર્ભયા ગેંગરેપ-હત્યાના ચાર આરોપીઓની ફાંસી તા.1ના રોજ નિશ્ર્ચિત થઈ રહી છે અને હવે ભાગ્યે જ કોઈ મહત્વપૂર્ણ કાનૂની વિકલ્પ પણ બાકી રહ્યો છે તે સમયે તિહાડ જેલના સતાવાળાઓએ હવે તમામ ચાર આરોપીઓને તેમની આખરી ઈચ્છા શું છે તે પુછી લેવામાં આવ્યું છે અને તેઓ આખરી મુલાકાત કોની સાથે કરવા માંગે છે?
તેઓને વસીયતનામું તેમની કોઈ મિલ્કત હોય તો તે કોના નામે કરવા માંગે છે તે પણ જણાવી દેવાયુ છે. ફાંસીના દિવસો પુર્વે આરોપીને ધર્મ પર જવાની ઈચ્છા હોય તો તેઓ કયું ધાર્મિક પુસ્તક વાંચવા માંગે છે જે ફાંસીના દિન પુર્વે પુરુ થઈ શકે તે પણ જણાવવા કહેવાય છે. વાસ્તવમાં મોત નજીક જ આવતા તમામની ભૂખ મરવા લાગી છે. ચારમાંથી એક આરોપીએ તો જમવાનું છોડી દીધું છે. બીજાએ ભૂખ નથી તેવું કહીને અધુરુ જમે છે. જેલ સતાવાળાઓએ કહ્યું કે બે દિવસથી ભોજન લીધું નથી અને તેને વારંવાર ભોજન માટે કહેવાતા થોડું ભોજન લીધુ હતું. જો કે અન્ય માટે આરોપી મુકેશ અને અક્ષય જેઓએ સુપ્રીમ અને રાષ્ટ્રપતિ સામે દયાની અરજી સહિતના તમામ વિકલ્પો અજમાવ્યા છે. તેઓને ભાગ્યે જ કોઈ ફર્ક પડયો છે તે હજું પણ પોતાની પાસે કોઈ કાનુની કે તેવા વિકલ્પ હોય તો તે શોધે છે. હજુ ત્રણ પાસે દયાની અરજી અને બે પાસે કયુરેટીવ પીટીશનનો અધિકાર છે. જો કે તેઓને હવે આખરી સપ્તાહમાં કોઈ કાનુની મદદ મળે તેવી શકયતા નથી. ચારેયને માટે સુરક્ષા આપવા માટે કુલ 32 ગાર્ડ તૈનાત છે. તમામ ચારને અલગ અલગ રખાયા છે. તેઓ જે ભાષા બોલે છે. તેમના જાણકાર જવાનોને ખાસ તૈનાત કરાયા છે જેથી તેમની ભાષામાં વાતચીત કરે તો સમજી શકાય. જો કે હજું કોઈ એક દયાની અરજી કરે તો પણ તા.1 ફેબ્રુ.ની તારીખ ફરી થઈ પણ જેમ સતાવાળાઓ ઈચ્છે છે કે હવે આ આરોપીઓ અંગે જે નિર્ણય લેવાય તે ઝડપથી આવે તે જરૂરી છે. તમામની સુરક્ષા વિ. પાછળ રોજનો રૂા.50000નો ખર્ચ થાય છે. ખાસ અદાલતના ગાર્ડની ડયુટી છે અને ફાંસીની તૈયારી માટે રોજ માચડાને ઓઈલીંગ વિ. કરવામાં આવી રહ્યું છે.


Loading...
Advertisement