વેવાઈ-વેવાણ ભાગી ગયા : સુરતનો અજબ ગજબનો કિસ્સો

21 January 2020 04:13 PM
Surat Gujarat
  • વેવાઈ-વેવાણ ભાગી ગયા : સુરતનો અજબ ગજબનો કિસ્સો

પુત્ર-પુત્રીના લગ્ન થાય તે પુર્વે જ ભાગી ગયા

સુરત તા.21
સુરતમાં એક અજબ ગજબ પ્રેમનો કિસ્સો બહાર આવ્યો છે. જેના કારણે લગ્નના બંધને બંધાવવા જઈ રહેલા વર-વધુનો સંબંધ તૂટી ગયો, જી હા, વેવાઈ અને વેવાણ એકબીજાની સાથે ભાગી ગયા હતા, આઘાતજનક વાત એ હતી કે બન્નેના સંતાનો એકબીજાની સાથે વિવાહના બંધને બંધાવવાના હતા. પરંતુ સંતાનોને વળાવવાને બદલે અગાઉ એકબીજાથી પરિચિત અને ભૂતપૂર્વ પ્રેમી-પ્રેમિકા સંતાનોને પરણાવવા પડતા મુકીને એકબીજાની સાથે ભાગી ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે સૂરતના કતાર ગામના વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન નવસારીની એક યુવતી સાતે થવાના હતા. લગ્નના એક મહિના પહેલા જ જયારે ક્ધયાની મા પરથી લાપતા થઈ ગઈ તો પરિવારે તેની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. દરમિયાન વરના પિતા પણ ઘરથી ગાયબ થઈ ગયા હતા અને તેની કોઈ ખબર ન મળતા પોલીસમાં ખોવાયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

પારિવારિક સૂત્રો મુજબ બન્ને લાપતા થતા પહેલા એકબીજાને જાણતા હતા અને યુવાનના દિવસોમાં એકબીજા સાથે લગ્ન કરવા પણ માંગતા હતા. 10 દિવસ પહેલા ફરિયાદ બાદ પણ જયારે બન્નેનો પતો ન મળ્યો તો બન્ને પરિવારો એ લગ્નનો સંબંધ તોડી નાખ્યો. પરિવારના લોકોના અનુસાર ફેબ્રુઆરીમાં જ સંતાનોના લગ્ન થવાના હતા. બન્ને પરિવાર લગ્નની તૈયારીમાં લાગ્યા હતા. એક વર્ષ પહેલા જયારે સંબંધ નકકી થયેલો ત્યારે યુવક-યુવતીની સહમતી હતી. જો કે બાદમાં બન્ને પક્ષોના માતા-પિતા એટલે કે વેવાઈ-વેવાણ લાપતા બની જતા બન્ને પરિવારોએ લગ્નનો ઈન્કાર કરી દીધો છે.

હાલ બન્ને પરિવારોને આશંકા છે કે વેવાઈ-વેવાણે એક બીજાના પ્રેમમાં પડીને લગ્ન કરી લીધા છે. આમ મા-બાપના લફરાએ લગ્નના બંધને બંધાવવા જતા સંતાનોના થનારા લગ્નને તોડી નાખ્યા છે.


Loading...
Advertisement