રાજકોટ: મજાક મોત સુધી દોરી ગઇ : મિત્રના હાથે મિત્રની હત્યા

21 January 2020 01:38 PM
Rajkot Crime Gujarat Saurashtra
  • રાજકોટ:  મજાક મોત સુધી દોરી ગઇ : મિત્રના હાથે મિત્રની હત્યા
  • રાજકોટ:  મજાક મોત સુધી દોરી ગઇ : મિત્રના હાથે મિત્રની હત્યા
  • રાજકોટ:  મજાક મોત સુધી દોરી ગઇ : મિત્રના હાથે મિત્રની હત્યા
  • રાજકોટ:  મજાક મોત સુધી દોરી ગઇ : મિત્રના હાથે મિત્રની હત્યા
  • રાજકોટ:  મજાક મોત સુધી દોરી ગઇ : મિત્રના હાથે મિત્રની હત્યા

રાજકોટના કોઠારીયા રોડની ઘટના:સાતેય મિત્રો સાથે બેસી ઠઠા મશ્કરી કરતા જયુ મઢે ગાળો આપતા રાહુલભારથીએ ગાળો આપવાની ના પાડી’તી:દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીએ રાહુલભારથીને પકડી રાખ્યો દિવુ જાડેજાએ છરી આપી અને જયુ મઢે છરીનાં બે ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા:બનાવની પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ : ચારેય શખ્સો વિરૂધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો : બાવાજી પરિવારમાં શોક છવાયો

રાજકોટ,તા. 21
રાજકોટના કોઠારીયા રોડ પર હરિદર્શન મોલ પાસે સાતેક મિત્રો બેસીને ઠઠા મશ્કરી કરતા હતા ત્યારે મશ્કરી કરવાની અને ગાળો આપવાની ના પાડતાં મિત્રના હાથે જ મિત્રને છરીનાં બે ઘા ઝીંકી આંતરડા કાઢી નાખતા ઘવાયેલા યુવકને અત્રેની સિવિલમાં ખસેડવામાં આવતા બાવાજી યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અને બનાવ અંગે પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જ આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે પહોંચી કાર્યવાહી આદરી છે. મૃતકનાં પિતાની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ પૂછપરછ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાવડી આંગન રેસીડેન્સી બી-201માં રહેતો રાહુલભારથી સુરેશભારથી ગૌસ્વામી બાવાજી (ઉ.24) નામના યુવાનને તેના જ મિત્રો જયુ મઢ (આહીર), દિવુ જાડેજા, દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીયાએ ગાળો બોલવા મામલે છરીના બે ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી પતાવી દીધો હતો.

આ મામલે મૃતક રાહુલ ભારથીનાં પિતા સુરેશ ભારથી નારણભારથી ગૌસ્વામી બાવાજી (ઉ.55) એ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઇલેક્ટ્રીક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાહુલ ભારથી ત્રણ બહેનમાં સૌથી નાનો અને એકનો એક પુત્ર હતો.સુરેશ ભારથી રાત્રીનાં સમયે પોતાની દુકાને હતા ત્યારે ભાણેજનાં દિકરા ચિન્ટુ ભીમજીભાઈ ગૌસ્વામીનો ફોન આવ્યો કે તમારા પુત્ર રાહુલ ભારથીને છરી મારી દીધેલ છે.તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.જેથી પિતા સુરેશ ભારથી તુરત જ હોસ્પિટલે પહોંચી ત્યાં પુત્રનાં મિત્ર પ્રતિપાલસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા તથા મયુર દાનાભાઈ કુવાડિયા મળ્યાં અનેતે લોકોએ કહ્યું કે, સાંજના સમયે અમે બન્ને અને રાહુલ ભારથી એમ ત્રણેય કોઠારીયા રોડ હરિદર્શન મોલ પાસેબાઈક ટેકવીને બેઠા હતા ત્યારે જયુ મઢ (આહીર), દિવુ જાડેજા, દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીયા એમ ચારેયપણ અમારી સાથે બેઠા હતાં. અને અંદોરઅંદર મશ્કરી કરતા હતા ત્યારે સાથે બેઠેલા જયુ મઢે રાહુલ ભારથીને ગાળો આપી હતી.

રાહુલ ભારથીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા દેવો જાડેજા, દિવ્યેશ લાવડીયાએ રાહુલને પકડી રાખ્યો અને દેવુ જાડેજાએ પોતાના નેફામાંથી છરી કાઢી જયુ મઢને આપતા તેમણે રાહુલ ભારથીને પેટનાં ડાબા ભાગે છરીના બે ઘા ઝીંકી દેતાં દેકારો કરતાં ત્યાં માણસો ભેગા થયા હતા. ત્યાં આરોપી પલાયન થતા હતા. આ મામલે ચારેય આરોપી વિરુધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આજી ડેમ પોલીસે ચારેય શખ્સોને સકંજામાં લઇ તપાસ આદરી છે.

 

મૃતક રાહુલભારથી ફાયનાન્સ કંપનીમાં રિકવરીમેનનું કામ કરતો’તો
વાવડીમાં રહેતા રાહુલ ભારથી બાવાજીની તેના જ મિત્રો જયુ મઢ (આહીર), દિવુ જાડેજા, દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીયાએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. મૃતક રાહુલ ભારથી ફાયનાન્સ પેઢીમાં રિકવરીનું કામ કરતો હતો અને ચારેક દિવસ પૂર્વેતેનો જન્મદિવસ ઉજવ્યો હતો.

 

રાહુલભારથી ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો
કોઠારીયા રોડ પર રાહુલભારથી સુરેશભારથી ગૌસ્વામીની તેના ચારેય મિત્રોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. તે યુવક ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો. પ્રથમ હેતલબેન (ઉ.29), કાજલ (ઉ.27), અલ્પાબેન (ઉ.25) અને ત્યારબાદ સૌથી નાનો રાહુલભારથી (ઉ.22) હતો.એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


Loading...
Advertisement