જયપુરમાં પતિએ કરી પત્નીની હત્યા, કારણ જાણીને તમે પણ ચૌકી જશો.....

21 January 2020 09:49 AM
Crime India Technology
  • જયપુરમાં પતિએ કરી પત્નીની હત્યા, કારણ જાણીને તમે પણ ચૌકી જશો.....
  • જયપુરમાં પતિએ કરી પત્નીની હત્યા, કારણ જાણીને તમે પણ ચૌકી જશો.....

સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરવાની સાથે ફોલોવર્સની સંખ્યા વધતા પતિએ પત્નીની કરી હત્યા હતી

જયપુર: સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરવાની સાથે ફોલોવર્સની સંખ્યા વધતા એક મહિલાના મોતનું કારણ બની છે. રાજસ્થાનના જયપુરના ઓમર પોલીસ સ્ટેશનમાં હત્યા કરેલો મહિલાનો મૃતદેહ મળવાના મામલામાં પોલીસે 5 કલાકની અંદર હત્યાના આરોપમાં મહિલાના પતિ અયાઝ અહમદની ધરપકડ કરી હતી. આરોપી પતિએ પોતાનો ગુનો કબુલ કરી દીધો છે.

પોલીસ કમિશનર અશોક કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, દિલ્હી હાઇવે સ્થિત નવી માતા મંદિર પાસે મહિલાનો મૃતદેહ મળ્યો હતો. હત્યા બાદ મહિલાના મૃતદેહને પથ્થરને કચડી નાખવામાં આવ્યો હતો. પોલીસ તપાસ કરતા મૃતદેહ જયુપરની રેશમા મંગલાનીનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ પુછપરછ કરતા પતિ પર શંકા ગઇ હતી.

પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર પતિ તેની પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો. બે વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. પરંતુ ઘણા સમયથી વિવાદ ચાલતો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપી પતિએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. શરાબ પીવડાવીને પતિએ પત્નીની હત્યા કરી હતી.


Loading...
Advertisement