જામનગરની મહિલાઓ માટે રાહતદરે સીલાઇ મશીનનું વિતરણ કરાયું

20 January 2020 04:40 PM
Jamnagar

જામનગર તા.20
જામનગર જીલ્લા સૂર્યવંશી એજ્યુકેસન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારની વિકસતી જાતિ જામનગર જીલ્લા અને મહિલા કો. ઓપરેટિવ બેંકના મેનેજીગ ડાયરેક્ટ શેતલબેન શેઠના માર્ગદર્શન હેઠળથી જામનગર જીલ્લા ઉમર વર્ષ 18 થી 50 વર્ષના ઓ.બી.સી. સમાજના બહેનો માટે, બહેનો પોતાના પગ ઉપર રહી અને ઘરમાં અર્થીર્ક સહયોગમાં ભાગીદાર બનવા માટે એવા હેતુ સર જામનગર જીલ્લા સૂર્યવંશી એજ્યુકેસન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ બચુભાઈ ગુજરાતીના નેજા હેઠળ જામનગર નવાગામ ઘેડ કોળી સમાજની વાડીમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને રાહત દરે સિલાઈ મશીન વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શુભ શુરૂઆત કોળી સમાજ અને અન્ય સમાજના અગ્રણીઓ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ કેમ્પ પધારેલ સમાજના મહાનભુવોનું આયોજક અને સમાજના આગેવાનો દ્વારા ફુલહાર અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ આ લાભાર્થી બહેનોને રાહત દરે સિલાઈ મશીન વિતરણ સમાજના અગ્રણીઓનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર લાભાર્થી બહેનોને રાહત દરે સિલાઈ મશીન વિતરણ સૂર્યવંશી એજ્યુકેસન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ બી. ગુજરાતી, તથા કાર્યકારી પ્રમુખ જયેશભાઈ કંટારીયાના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર્તા અને સમાજ અગ્રણી રજનીભાઈ ચૌહાણ, નવાગામ ઘેડ કોળી સમાજના ખજાનચી રામજીભાઈ ઝંઝુવાડીયા, કોળી સમાજ આગેવાનો રાજેશભાઈ મેરાણી, મહાકાલી સેવા ટ્રસ્ટના, મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ મકવાણા, રણજીતભાઈ ગુજરાતી, ટ્રસ્ટી નરેન્દ્રભાઈ રાઠોડ, બીજલભાઈ ડાભી, કાન્તીભાઈ ગોહિલ,ખીમજીભાઈ સદાદીયા, સવજીભાઈ મકવાણા, સોમાભાઈ ગુજરાતી તેમજ કારોબારી સભ્ય શાંતિલાલ રાઠોડ, રવજીભાઈ કંટારીયા, સવજીભાઈ ડાભી અખિલ ભારતીય કોળી સમાજ જીલ્લા પ્રમુખ રાણાભાઇ સરવૈયા, શહેર યુવા ઉપપ્રમુખ સહદેવ ડાભી તેમજ સૂર્યવંશી ટ્રસ્ટના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ ગોહિલ, મંત્રી નરેશભાઈ રાઠોડ, ખજાનચી દિનેશભાઈ ભોજવિયા, નવાગામ કોળી સમાજના કાર્યકર્તા અનાભાઇ ડાભી, નરશીભાઈ પરમાર, મુકેશભાઈ બારીયા, રણજીતભાઈ નરશીભાઈ, મનોજભાઈ ડાભી, જોન્ટી ડાભી, ભીમજીભાઈ કારાભાઈ, યોગેશભાઈ બારૈયા, રવિ કિશોરભાઈ, ભગવાનજીભાઈ મેરાણી, કાનાભાઈ પરમાર, રાજુભાઈ જેરામભાઈ, કમલેશભાઈ માધુભાઈ, સંજયભાઈ, હશમુખભાઈ, જયેશભાઈ કાનજીભાઈ, કાનજીભાઈ મનજીભાઈ તેમજ બજરંગ મહિલા સત્સંગના વિરૂબેન કંટારીયા, મહિલા કાર્યકર્તા કસ્તુરબેન ધરમશીભાઈ પ્રજ્ઞાબેન સુભાષભાઈ વગેરે કોળી સમાજ જામનગર જીલ્લાના નામી-અનામી કાર્યકર્તા અને હોદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
લાભાર્થી બહેનોને રાહત દરે સિલાઈ મશીન વિતરણ સફળ બનાવેલ હતો તેમ કોળી સમાજ જામનગર અને સૂર્યવંશી એજ્યુકેસન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Loading...
Advertisement