હત્યાના કેસમાં જેલવાસી બે આરોપીની જામીન અરજી રદ

20 January 2020 04:39 PM
Jamnagar
  • હત્યાના કેસમાં જેલવાસી બે આરોપીની જામીન અરજી રદ

વર્ષ 2019માં થયેલી બે જૂદી-જૂદી

હત્યાના બે જુદા-જુદા કેસમાં અદાલતે બે જેલવાસી આરોપીની જામીન ઉપર મુકત થવાની અરજી રદ કરી હતી.
વર્ષ 2019માં ઓકટોબર માસની 29 તારીખે એટલે કે આશરે ત્રણ મહિના અગાઉ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં શંભુભાઇ જેસંગભાઇ ડાંગરની હત્યા નિપજી હતી.
આ હત્યા અંગે આરોપી તરીકે મુકેશ ઉર્ફે મુકો રાઠોડ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ જ રીતે જામનગરના સાધના કોલોની વિસ્તારમાં 13મે 2019ના રોજ મહાવીરસિંહ રાઠોડ નામના યુવકની હત્યા થઇ હતી. આ કેસમાં પોલીસે આરોપી તરીકે મૃતક યુવાનના કાકા દોલુભા રાઠોડની ધરપકડ કરી હતી જેને પણ અદાલતે જેલ હવાલે કર્યો હતો.
ઉપરોકત બન્ને કેસના આ આરોપીઓએ જામીન ઉપર મુકત થવા માટે જામનગરની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. સરકારી વકીલની રજૂઆતોને ધ્યાને લઇ તેમજ પોલીસ પેપર્સ નજરે લઇ અદાલતે બન્ને આરોપીઓની જામીન માટેની અરજી નામંજૂર કરી હતી.


Loading...
Advertisement