કાશ્મીરમાં ત્રણ આતંકી ઠાર: બે વિદેશી ત્રાસવાદી ફરાર

20 January 2020 04:39 PM
India
  • કાશ્મીરમાં ત્રણ આતંકી ઠાર: બે વિદેશી ત્રાસવાદી ફરાર

શોપીયામાં વિદેશી આતંકી ઘુસ્યાનું એલર્ટ: ઓપરેશન શરૂ :ત્રાલ ક્ષેત્રમાં જબરૂ ઓપરેશન: મોટી સંખ્યામાં દારૂગોળો-શસ્ત્રો મળ્યા

નવી દિલ્હી તા.20
કાશ્મીરમાં તાજેતરના એક સૌથી મોટા એન્કાઉન્ટરમાં સલામતી દળોએ શોપીયામાં ત્રણ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. ગઈકાલે રાત્રીના વિદેશી સહિતના ત્રાસવાદીઓ મોટા હુમલાનું પ્લાનીંગ કરી રહ્યા હોવાની બાતમી બાદ સલામતી દળોએ એ ક્ષેત્રને ઘેરી લીધું હતું અને કલાકો સુધી આ એન્કાઉન્ટર ચાલુ હતું જેમાં ત્રણ ત્રાસવાદીઓને ઠાર મરાયા. તેઓ પાસેથી મોટી સંખ્યામાં દારુગોળો અને હથિયાર મળ્યા હતા. આતંકી નાવીદ ઝડપાયા બાદ શોપીયામાં આ સૌથી મોટું એન્કાઉન્ટર હતું.
જેમાં વિદેશી ત્રાસવાદી પણ સામેલ છે. કુલ પાંચ ત્રાસવાદી હોવાનું મનાય છે અને તેમાં બે વિદેશીઓ નાસી છુટયા છે જેની તલાશ શરુ કરવામાં આવી છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ મેળવવાના પ્રયાસ ચાલુ છે.


Loading...
Advertisement