સ્વામી વિવેકાનંદજીના જીવન અંગે કવીઝ યોજાઇ

20 January 2020 04:39 PM
Jamnagar
  • સ્વામી વિવેકાનંદજીના જીવન અંગે કવીઝ યોજાઇ

શ્રધ્ધા એજ્યુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મજયંતિ નિમિત્તે લોકો તેમના વિષે જાણતા થાય, તેમના ગુણો જીવનમાં અપનાવે તે માટે સ્વામી વિવેકાનંદના જીવન ઝરમર આધારીત કવીઝ જામનગર લેવલે રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર ટ્રસ્ટ જામનગર ખાતે સેન્ટર ટ્રસ્ટના સહયોગથી યોજાઇ હતી. કેતનભાઇ બદીયાણી, અનિલભાઇ મહેતા મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની કવીઝ-કવીઝ માસ્ટર આનંદ દવે તથા નિરેન છોટાઇએ સંભાળી રહતી. કાર્યક્રમનું સંચાલન વર્ષાબેન ત્રિવેદી, પ્રો.દિપા સોની, દિપાલીબેન પંડયાએ કર્યુ હતું. આભારવિધી નિરેન છોટાઇએ કરી હતી.


Loading...
Advertisement