લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વિભાગીય અધિવેશનનો કાર્યક્રમ યોજાયો

20 January 2020 04:37 PM
Jamnagar
  • લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વિભાગીય અધિવેશનનો કાર્યક્રમ યોજાયો

જામનગર તા.20
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડીસ્ટીક 3232-જે ના રીઝયન-4 નેની અંગાર જામનગર ડીસ્ટીકની નવ ક્લબોનો સમાવેશ થાય છે. જેનું વિભાગીય અધિવેશન ટાઉનહોલ ખાતે યોજાયું હતું. રીઝન-4ના ઉત્સાહી અને સેવાકીય કાર્યોને વળેલા રીઝયન ચેરમેન તથા લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટના ચાર્ટર સભ્ય એમજેએફ લાયન એસકે ગર્ગની રાહબરી હેઠળ આ કાર્યક્રમ સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થયેલ. આ અધિવેશનમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી લાયન્સ ક્લબોના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
રીઝયન-4ના વડા એમજેએફ લાયન એસ.કે.ગર્ગ દ્વારા બે દિવસીય અધિવેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે સમગ્ર રીઝયન-4ની ક્લબોના સભ્યોને દ્વારકા મુકામે લઈ જઈ ધ્વજા પૂજન તથા આરોહણનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં ડીસ્ટીક 3232-જે ના ગર્વનર દિવ્યેશ સાકરિયા, પ્રથમ વાઈસ ડીસ્ટીક ગવર્નર લાયન ધીરેન મહેતા, દ્રીત્ય વાઇસ ડીસ્ટીક ગવર્નર લાયન વસંત મોવલીયા, પૂર્વ ગવર્નર, રીઝયન-4ની ક્લ્બના સભ્યો સહીત સમગ્ર ગર્ગ પરિવારે દ્વારકાના દર્શનનો લાભ લીધો હતો.
અધિવેશનના દિવસે સૌ પ્રથમ હાસ્ય નાટક "ગોળ પાપડી"નું રસપાન કરાવવામાં આવ્યું હતું. આ હાસ્ય નાટકનો સૌ ઉપસ્થિતોએ આનંદ લીધો હતો. તેમજ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા જામનગરના મેયર હરમુખભાઈ જેઠવા તથા 3232-જેની ડીસ્ટીક ગવર્નર ટીમ, પૂર્વ ગવર્નર, એમજેએફ લાયન એસકે ગર્ગ તથા દાતા પારવાર શાંતાએન કાંતિભાઈ શાહની ઉપસ્થિતિમાં જરૂરીયાત મંદ લકોને 10 નંગ ટ્રાય સાઈકલ, 1 વ્હીલ ચેર, 1 સિલાઈ મશીન, 1 હીયરીંગ મશીન, 20 નંગ અનાજના કીટ તથા 20 નંગ સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રીઝયન-4ના અધિવેશનમાં પધારેલ તમામ મહેમાનોનું બેન્ડવાજા તથા ફાયર સલામી દ્વારા ભવ્ય સ્વાગત કરી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી ધ્વજવંદના કરવામાં આવી હતી.
નિરવ વડોદરીયા દ્વારા પ્રાથનાનું વાંચન કરવામાં આવ્યું હતું. તથા ભરત વાદી દ્વારા લાયન મિશનના સ્ટેટમેંટનું વાચન કરી કોન્ફરન્સ ક્ધવીનર લાયન ભરત બાવીસી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ વાઇસ ડીસ્ટીક ગવર્નર લાયન ધીરેન મહેતા તથા પ્રમુખ રોહિત જોશી દ્વારા ક્લબ દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓનું પ્રેઝનટેશન કરવામાં આવ્યું હતું.
રીઝયન-4ના અધિવેશન દરમિયાન એમજેએફ એસકે ગર્ગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તથા તેની સેવાકીય પ્રવૃત્તિઓને પૂર્વ ગર્વનર ધીરજલાલ રાણપરીયા તથા મીનાબેન કોટેચા દ્વારા અભીનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યકર્મનું સંચાલન ભરત બાવીશી તથા કીરણબેન શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement