જૂનાગઢના આપઘાત કેસમાં જવાબદારોસામે તૂર્ત પગલા લો : રમેશભાઇ રબારી

20 January 2020 03:41 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢના આપઘાત કેસમાં જવાબદારોસામે તૂર્ત પગલા લો : રમેશભાઇ રબારી

મોરબીના આગેવાનનો રાજયપાલને પત્ર

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.20
જુનાગઢમાં માલધારી - રબારી સમાજનાં મ્યાંજમાર મુંજાભાઇ હુણ (ઉ . વ . 49)એ કરેલ આપઘાતના સંબંધે મોરબી રબારી સમાજના આગેવાન રમેશભાઇ રબારી દ્વારા રાજયપાલને રજુઆત કરીને તેઓને આપઘાત કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી કરનાર જવાબદારો સામે ન્યાયયિક પગલામાં આવે તેવી માંગ કરી છે. મોરબી રબારી સમાજના આગેવાન રમેશભાઇ રબારી દ્વારા રાજયપાલને રજુઆતમાં લખ્યુ છે કે, રાજયમાં લેવાયેલ એલ . આર . ડી . પરિક્ષામાં થયેલ અન્યાયથી હતાશ બની આપઘાત કરનારે આપેલ સ્યુસાઇડ નોટ કે જે મરણ જતા પહેલા સ્થાનિક એસ.પી., કલેકટર વિગેરેને આપેલ હતી જેમા તેના બે દિકરા એલ . આર . ડી . માં પાસ થવા છતાં આદિજાતિ ખરાઈ માટે જે તે મંત્રી , મંત્રયમંત્રી , આદિજાતિ કમિશ્નર વિગેરેએ આ પ્રશ્ન બેજવાબદારી દાખવી ધોરણસર નિર્ણય ન લેતા આ વ્યકિત હતાશ બનીને તા . 17 / 1 / 2020ના 10 કલાકે આપઘાત કરવા પ્રેરાયેલ છે અને તેની જાણ કરવા છતા પણ જેતે તંત્ર દ્વારા માનવતા અને સંવેદના ભર્યા પગલા નલલેતા આ ગંભીર પરિણામ આવેલ છે.
આ પ્રશ્ને બેદરકારી અને બેજવાબદારીભર્યા વર્તન કરનાર મૃતકની સ્યુસાઇડ નોટમાં દર્શાવેલ લોકો સામે ધોરણસર પગલા લેવા તેમજ મરણ જનારનાં પુત્રો કે જેઓ એલ . આર . ડી . માં પાસ થયેલ છે તેઓને સત્વરે નોકરી આપવામાં આવે તેવી માંગ કરેલ છે. આ બનાવથી રબારી - માલધારી સમાજ ભારે આઘાત અનુભવે છે જેથી કરીને આ કામમાં સામેલ જવાબદારો સામે એસ્ટ્રોસીટી એકટ મુજબ સખ્ત પગલા લેવામાં આવે તેવી રમેશભાઇ રબારીએ માંગણી છે.


Loading...
Advertisement