ગોઝારો અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના 5, જામનગરના એન.આર.આઇ. દંપતિ સહીત 8ના મોત

20 January 2020 01:17 PM
Surendaranagar Gujarat Saurashtra
  • ગોઝારો અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના 5, જામનગરના એન.આર.આઇ. દંપતિ સહીત 8ના મોત
  • ગોઝારો અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના 5, જામનગરના એન.આર.આઇ. દંપતિ સહીત 8ના મોત
  • ગોઝારો અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના 5, જામનગરના એન.આર.આઇ. દંપતિ સહીત 8ના મોત
  • ગોઝારો અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના 5, જામનગરના એન.આર.આઇ. દંપતિ સહીત 8ના મોત
  • ગોઝારો અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના 5, જામનગરના એન.આર.આઇ. દંપતિ સહીત 8ના મોત
  • ગોઝારો અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના 5, જામનગરના એન.આર.આઇ. દંપતિ સહીત 8ના મોત
  • ગોઝારો અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના 5, જામનગરના એન.આર.આઇ. દંપતિ સહીત 8ના મોત

ગોઝારા રવિવારે લીંબડી હાઇવે પર બે અકસ્માતમાં આઠ કાળનો કોળિયો, પાંચ ગંભીર :સોમનાથ દર્શન કરી મુળ આંધ્રપ્રદેશનો પરિવાર અમદાવાદ પરત ફરતો હતો તે સમયે પુરવાર જતી કાળ પલ્ટી મારી રેાંગ સાઇડમા ટ્રક સાથે ટકરાતા પાંચના ભોગ લેવાયા બીજા પને ગંભીર ઇજા પહોંચતાં સારવારમાં ખસેડાયા અન્ય બનાવમા કાર ડમ્પર પાછળ ઘુસી જતા જામનગરના એન.આર.આઇ દંપતિ તથા ચાલકને કાળ ભેટયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.ર0
લીંબડી બગોદરા હાઇવે પર ચાલુ રહેલી અકસ્માતની પરંપરામા રવિવાર ગાંઝારો બન્યો હતો અને બે અલગ અકસ્માતમા અમદાવાદ સ્થિત પરિવારના પાંચ સભ્યો અને જામનગરનુ એનઆરઆઇ દંપતિ સહિત આઠ કાળનો કોળિયો બન્યા હતા. જયારે અમદાવાદના પરિવારના પાંચ સભ્યોને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયામાં આવેલ છે. અમદાવાદમા એક સાથે પાંચ અર્થી અને જામનગરમા પણ દંપતિની - સાથે ઉઠતા અરેરાટી સાથે ગમગીનીનો માહોલ આસપાસના વિસ્તારમાં છવાઇ ગયો હતો.

પ્રથમ બનાવની વિગત મુજબ આંધ્રપ્રદેશના વતની અને અમદાવાદ ખાતે રહેતો પરિવાર કાર લઈ સોમનાથ દર્શનાર્થે ગયો હતો અને દર્શન કરી કારમાં પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન લીંબડી-બગોદરા હાઈવે પરથી કાર જઈ રહી હતી. ત્યારે દેવપરા ગામનાં પાટીયા પાસે કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં અચાનક કાર પલટી મારી જતાં ડીવાઈડર કુદી રોંગ સાઈડમાં સામેથી આવી રહેલ ટ્રક સાથે ઘડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં ઘટના સ્થળે ત્રણ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં જ્યારે કારના ચાલક સહિત અન્ય પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ બનાવની જાણ થતાં 108 એમબ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકોની લાશને લીંબડી સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં અને વધુ તપાસ હાથધરી હતી.

જ્યારે આ બનાવ અંગે હોસ્પીટલના સંચાલકો સહિત પોલીસ અને 108ના સ્ટાફે મૃતકના પરિવારજનોને જાણ કરતાં હોસ્પીટલ ખાતે આવી પહોંચ્યા હતાં અને મૃતકની લાશનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથધરી હતી જ્યારે એક સાથે પાંચ વ્યક્તિના મોતથી પરિવારજનોમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં ઈલેકટ્રોનીક મીડીયાના પ્રસિઘ્ધ મેકઅપ આર્ટીસ્ટનો પરિવાર હોવાનું પણ બહાર આવ્યું હતું અને આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી

લીંબડી-બગોદરા હાઈવે પર દેવપરા ગામનાં પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં ત્યારે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં અને લોકોના ટોળેટોળાં ઉમટી પડયાં હતાં.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ
(1) કેસુબ્રમણીયમ તંબારાવ (2) રાજેશ્વરી કેસુબ્રમણીયમ (3) ગણેશ કેસુબ્રમણીયમ ઉ.વ.28 (4) ભવાની નાગેન્દ્ર બોદુ (5) અકીલ પ્રસાદ ઉ.વ.18 તમામ રહે.મુળ આંધ્રપ્રદેશવાળાના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.
ગંભીર રીતે ઘવાયેલા પાંચ વ્યક્તિના નામ
(1) નાગેન્દ્રબાબુ પ્રસાદ બોદુ (2) માધુરી શ્રીનિવાસ (3) રૂચીત નાગેન્દ્રબાબુ બોદુ (4) કુચુલીતા પ્રસાદ અને ચાલક (5) સોહનજી કેવલજી મીણા સહિત પાંચ શખ્સોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.
જયારે બીજા બનાવની વિગત જોઇએ તો જામનગરનો પરિવાર કાર લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન લીંબડી-બગોદરા હાઈવે પર મીઠાપુર ગામનાં પાટીયા પાસે કારચાલકે પોતાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં આગળ જઈ રહેલ ડમ્પર પાછળ ઘુસાડી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં કારચાલક અને દંપતિ સહિત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં જે અંગેની જાણ આસપાસના લોકોએ પોલીસને કરતાં બગોદરા પીએસઆઈ એમ.પી.ચૌહાણ સહિત સ્ટાફના કિશોરસિંહ, પ્રકાશભાઈ, હાર્દિકભાઈ, જગભા તેમજ બગોદરા 108ના પાયલોટ લાલજીભાઈ તથા રોહનભાઈ દુલેરા તેમજ ફેદરા 108ના સહદેવસિંહ અને મુકેશભાઈ મકવાણા સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને ભારે જહેમત બાદ મૃતકોની લાશને કારમાંથી બહાર કાઢી બગોદરા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવી હતી તેમજ મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. જ્યારે આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી જેને પોલીસે ટ્રાફીક હળવો કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. આ અંગે ડમ્પરના ચાલક છનાભાઈ લાલજીભાઈ દેત્રોજાએ કારના ચાલક હિરેનભાઈ દોશી સામે બગોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અકસ્માતમાં મૃતકોની યાદી
(1) હિરેનભાઈ કુમુદભાઈ દોશી (કારચાલક) (ઉ.વ.49) રહે.ઓસવાલ કોલોની જામનગર (2) કેતનભાઈ જયંતિભાઈ હરીયા (ઉ.વ.55) અને તેમના પત્ની (3) કુંદનબેન કેતનભાઈ હરીયા (ઉ.વ.54) બંન્ને રહે.મચ્છુબેરાજા તા.લાલપુર જી.જામનગર હાલ રહે.કેન્યાવાળાના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો.
લીંબડી-બગોદરા હાઈવે પર મીઠાપુર ગામનાં પાટીયા પાસે ડમ્પર પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારચાલક સહિત એનઆરઆઈ દંપતિનું ઘટના સ્થળે મોત નીપજતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

સોમનાથ રાત્રી રોકાણ માટે પરિવાર માન્યો નહી
મે રાત્રે 10 વાગ્યે ડ્રાઇવરને ફોન કર્યો હતો ક્યાં પહોચ્યા તે જાણવા માટે. ત્યારે ડ્રાઇવરે કીધુ કે હવે સોમનાથથી નિકળીએ છીએ તો મે ના પાડી કે હવે ના નિકળાય. તો ડ્રાઇવરે કહ્યું કે પાર્ટી ના પાડે છે રોકાવાની તો મે નાગેન્દ્રભાઇ સાથે વાત કરીને કહ્યું કે રસ્તાને સીક્સ લેન બનાવવાનું કામ ચાલુ હોવાથી જોખમી છે રાત્રે ન નિકળો તેમણે મને કહ્યું કે તમે ચિંતા ન કરો હું આગળ બેસીસ ડ્રાઇવર સાથે વાતો કરતો રહીશ. બે કલાકે હોલ્ટ કરતા રહેશું. છતાં ડ્રાઇવરને ઉંઘ આવશે તો રસ્તામાં સુઇ જશુ અમારે સવારે અંબાજી દર્શન કરવા જવાનું છે- મૃણાલભાઇ શાહ, કારના માલિક
વતનથી આવેલા મામાને દર્શન કરાવવા ગયા હતા
મુળ આન્ધ્રપ્રદેશના વતની નાગેન્દ્રબાબુ પ્રસાદ બાડુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અસારવા વિસ્તારમાં સ્થાયી થઇને ન્યુઝ ચેનલમાં મેકઅપ મેનનું કામ કરતા હતા. વતનમાંથી તેમના મામા કે.સુબ્રમણ્યમ પરિવાર સાથે આવ્યા હતા તેમને સોમનાથ દાદાના દર્શન કરવા હોય ઇનોવા કાર ભાડે બાંધીને પરિવારના દશ સભ્યો સોમનાથ ગયા હતા.જ્યાંથી દર્શન કરીને રાત્રીના સમયે પરત ફર્યા હતા.તેમની કારને અકસ્માત કરાયુ હતું.


Loading...
Advertisement