કચ્છમાં કાતિલ ઠંડી યથાવત: સૌરાષ્ટ્રમાં સામાન્ય રાહત

20 January 2020 01:02 PM
kutch Gujarat Saurashtra
  • કચ્છમાં કાતિલ ઠંડી યથાવત: સૌરાષ્ટ્રમાં સામાન્ય રાહત

નલીયા 5.4, ભૂજ-9, કંડલામાં 9.1 ડીગ્રી સાથે ઠંડાગાર: રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના સ્થળે ઠંડી સાથે ઠારનો અનુભવ

રાજકોટ તા.20
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલતા કાતિલ ઠંડીના દૌરમાં કચ્છમાં બોકાસો બોલાવતી ઠંડીનો દૌર યથાવત રહ્યો છે જયારે સૌરાષ્ટ્રમાં હાલમાં મામુલી રાહત વચ્ચે ઠારથી લોકો સતત ધ્રુજતા જોવા મળે છે. દરમિયાન ચાલુ સપ્તાહમાં પારો ઉચકાતા ઠંડીમાં મોટાભાગે સામાન્ય વધઘટે ઠંડીમાં રાહત ચાલુ રહેવાનો સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

ગયા સપ્તાહના પ્રારંભીક દિવસોમાં માવઠાનો માહોલ સર્જાયા બાદ શીતલહેરના કોપની અસર હેઠળ માત્ર બે દિવસમાં જ લઘુતમ તાપમાનનો પારો 11 ડીગ્રી સુધી નીચે ઉતરી જતા ફરીવાર કાળઝાળ ઠંડીનું આક્રમણ ચાલુ થયુ હતું જે અવિરત શનિવાર સુધી ચાલી રહેતા હાડ ગાળતી ઠંડીનો અનુભવથી જનજીવન ભારે પ્રભાવીત થયુ હતું.

પરંતુ હાલમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર ઉતર ભારતમાં શરૂ રહેલી બરફ વર્ષા બંધ થઈ છે પરંતુ ઉતર કે ઉતર પૂર્વના હિમાચ્છાદીત પવનની અસર હેઠળ હજી પણ લઘુતમ તાપમાનનો પારો 10 ડીગ્રી નીચે કે 10થી 13 ડીગ્રી વચ્ચે મોટાભાગના સ્થળે નોંધાતા ઠાર સાથે ટાઢોડાથી લોકોમાં બોકાસો બોલાવતી ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો હતો.
ગયા સપ્તાહમાં હાડ થીજાવતી ઠંડીમાં આજે અનેક સ્થળે રાહત વચ્ચે નલીયા 5.4 ડીગ્રી સાથે રાજયભરમાં ઠંડુગાર બની રહ્યું હતું. જયારે ભૂજમાં9 અને કંડલામાં 9.1 ડીગ્રીથી કાતીલ ઠંડીનો અનુભવ કચ્છમાં લોકોને યથાવત રહ્યો હતો. જયારે આજે અન્યત્ર મોટાભાગના વિસ્તારમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી ઉપર રાહતમાં 10.2, કેશોદમાં 9.8, ભાવનગર-11.4, પોરબંદરમાં 13.2, વેરાવળ 15, દ્વારકા 14.4, અમરેલી 10.4, મહુવામાં 13.5, દિવમાં 13 ડીગ્રી સાથે ઠંડીનો ચમકારો ચાલુ રહ્યો હતો.

રાજકોટ
રાજકોટમાં ગયા સપ્તાહે બોકાસો બોલાવી તાપમાન 7 ડીગ્રી સુધી નીચે ઉતરી ગયુ હતું. જેથી થરથર ધ્રુજતી શહેરની જનતાને એક અઠવાડિયા બાદ આજે રાહત મળી હતી. આજે શહેરનુ લઘુતમ તાપમાન 10.2 ડીગ્રી નોંધાયુ હતું. હવામાં સવારે 35 ટકા ભેજ હતો તો બવનની ઝડપ 15 કીમી પ્રતિ કલાકની રહેતા ઠારથી શહેરીજનો ધ્રુજતા જોવા મળ્યા હતા.


Loading...
Advertisement