205 કરોડના દુર્લભ પેઇન્ટિંગને ગેરકાનૂની ધોરણે વેચતાં સરકારે વેચનારને કર્યો 410 કરોડ દંડ

18 January 2020 12:00 PM
Government World
  • 205 કરોડના દુર્લભ પેઇન્ટિંગને ગેરકાનૂની ધોરણે વેચતાં સરકારે વેચનારને કર્યો 410 કરોડ દંડ

સ્પેનની મેડ્રિડ કોર્ટે કરોડપતિ બિઝનેસમેનને 205 કરોડ રૂપિયાની કિંમતનું એક દુર્લભ પેઇન્ટિંગ ગેરકાયદે રીતે દેશની બહાર લઇજવાનો આરોપી જાહેર કરી તેને 18 મહિનાની જેલની સજા તથા 410 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઓફિસર્સે જણાવ્યા મુજબ સ્મગલ કરવામાં આવી રહેલું પેઇન્ટિંગ પાબ્લો પિકાસોનું હતું. જેને સ્પેનની સરકારે રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી છે. સ્પેનના કાયદા મુજબ 100 વર્ષ કરતાં જૂની કોઇપણ વસ્તુ રાષ્ટ્રીય ધરોહર બની જાય છે અને એને વિદેશમાં વેચતાં પહેલાં સરકારની તે જ એ વસ્તુના માલિકની પરવાનગી લેવી પડે છે.

83 વર્ષના જેમી બેટીને આવી કોઇ પરવાનગી મેળવી નહોતી. તેમના પર 1977માં ખરીદેલું આ પેઇન્ટિંગ લંડનના એક એકશન-હાઉસને વેચવાનો આરોપ છે. સ્પેનના અધિકારીઓએ પેઇન્ટિંગ વેચવાની વાતની જાણકારી મળતાં જ ફ્રાન્સનાં કોર્સિકો આઈલેન્ડ પરની બોટીનની યોગ પરથી 2015માં એને કબજામાં લીધું હતું. ત્યારથી બોટીન પર કેસ ચાલી રહ્યો હતો. હાલમાં આ પેઇન્ટીંંગને મેડ્રિના રૈના સોફિયા મ્યુઝીયમમાં રાખવામાં આવ્યું છે. જોકે બોટીનના વકીલનું કહેવું છે કે તેમણે પેઇન્ટીંગ સ્પેનથી નહીં, સ્વીટઝરલેન્ડથી ખરીદી હોવાથી એ સ્મગલિંગનો કેસ બનતો નથી.


Loading...
Advertisement