પોપ્યુલેશન રજીસ્ટ્રીમાં માતા-પિતાની જન્મતારીખ-સ્થળ ફરજીયાત નહી

18 January 2020 11:55 AM
Government India
  • પોપ્યુલેશન રજીસ્ટ્રીમાં માતા-પિતાની જન્મતારીખ-સ્થળ ફરજીયાત નહી

રાજયોનો વિરોધ જોતા કેન્દ્ર સરકારની પીછેહઠ

નવી દિલ્હી: દેશમાં નેશનલ પોપ્યુલેશન રજીસ્ટ્રીના કામનો પ્રારંભ તા.1 એપ્રિલથી થઈ રહ્યો છે અને તા.30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગઈકાલે કેન્દ્ર તથા રાજયોની બેઠકમાં આ અંગે માર્ગરેખા નિશ્ર્ચિત કરવા જે બેઠક યોજાઈ હતી તેમાં રાજયોએ રજીસ્ટ્રીમાં સામેલ લોકોને તેના માતા-પિતાની જન્મતારીખ-સ્થળ અંગે જે માહિતી માંગવામાં કોલમ છે તેનો વિરોધ કરતા કેન્દ્રએ પીછેહઠ કરી છે અને પોપ્યુલેશન રજીસ્ટ્રી માટે માતા-પિતાની જન્મતારીખ સ્થળ આપવાનું ફરજીયાત રહેશે નહી તેવુ જાહેર કર્યુ છે. આ બેઠકમાં પ.બંગાળ સિવાય તમામ રાજયોના પ્રતિનિધિ હાજર હતા. જેમાં અનેક રાજયોએ જે તે નાગરિકના માતા-પિતાની જન્મતારીખ-સ્થળ માંગવાની પ્રક્રિયાનો પ્રયાસ કર્યો હતો અને લાખો લોકો આપે તે ઉપલબ્ધ પણ નહી હોય તેવું જાણ્યું હતું. રાજયોની દલીલ હતી કે કરોડો લોકો એવા છે જે તેમના જન્મસ્થળની માહિતી પણ ધરાવતા નહી હોય તે બાદ ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ કે પોપ્યુલેશન રજીસ્ટ્રી માટે માતા-પિતાનું નામ, જન્મતારીખ આપવી ફરજીયાત નથી.
તે જે તે વ્યક્તિને જો ઈચ્છા હોય તો આપી શકે છે. જો કે 2011 થી પોપ્યુલેશન રજીસ્ટ્રીમાં પણ આ પ્રશ્ર્ન પૂછાયો પણ તે સમયે કોઈ વિવાદ થયો ન હતા. જો કે આ વર્ષે રજીસ્ટ્રી માટે અલગથી ખાસ કોલમ રાખવામાં આવી છે અને તેમાં એક પ્રશ્ર્ન એ પણ છે કે માતાપિતા સાથે રહે છે કે અલગ તે જવાબ આપવાનો રહે છે.
મુખ્યત્વે કોંગ્રેસ અને અન્ય વિપક્ષ શાસનના રાજયોનો હતો.


Loading...
Advertisement