'કેમ છો મિસ્ટર પ્રેસિડન્ટ' : ટ્રંપ ફેબ્રુઆરીમાં અમદાવાદ આવશે

18 January 2020 11:52 AM
Ahmedabad Gujarat India Politics World
  • 'કેમ છો મિસ્ટર પ્રેસિડન્ટ' : ટ્રંપ ફેબ્રુઆરીમાં અમદાવાદ આવશે

હ્યુસ્ટનના ‘હાઉડી મોદી’ સ્ટાઈલનો કાર્યક્રમ અમદાવાદ આયોજનની તૈયારી : ગુજરાતને વધુ એક સરપ્રાઈઝ આપતા નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત માટે વધુ એક સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારત આવી રહ્યા છે. તેમાં તેઓ ગુજરાતની મુલાકાત લેશે અને તેઓ ફેબ્રુ મહિનામાં અમદાવાદમાં હાઉડી મોદી સ્ટાઈલનો ‘કેમ છો મિસ્ટર પ્રેસિડેન્ટ’ કાર્યક્રમ યોજી રહ્યા છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસમાં હ્યુસ્ટનમાં ‘હાઉડી-મોદી’ કાર્યક્રમ યોજયો હતો અને તે સુપર હિટ બની રહ્યો છે.
હવે ટ્રમ્પ ભારતમાં તેમની મુલાકાત સમયે અમદાવાદમાં આ એક કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. અમદાવાદમાં ટ્રમ્પ અને મોદી સંયુક્ત રીતે મોટેરામાં વિશ્ર્વનું જે સૌથી મોટુ સ્ટેડીયમ બંધાયુ છે તેનુ ઉદઘાટન કરે તેવી શક્યતા છે. દિલ્હીમાં ટ્રમ્પ મોદી સાથે શિખર મંત્રણા યોજશે. તેમનો કાર્યક્રમ બે દિવસનો હશે અને તેમાં દિલ્હી-અમદાવાદનો સમાવેશ થશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલા ચીનના રાષ્ટ્ર પ્રમુખ જીન પિંગને અમદાવાદની મુલાકાતે લઈને આવ્યા હતા અને બાદમાં જાપાનના વડાપ્રધાન પણ અમદાવાદની લઈ ચૂકયા છે. આમ વૈશ્ર્વિક મહાનુભાવોને ગુજરાતની મુલાકાતે લાવીને રાજયનું ગૌરવ વધાર્યુ છે અને અમેરિકાના પ્રમુખ ગુજરાતની મુલાકાતે આવે છે તે સૌથી મોટી ઉપલબ્ધી છે.


Loading...
Advertisement