મનોજ શશીધરની સીબીઆઈમાં જોઈન્ટ ડિરેકટર તરીકે નિયુક્તિ

18 January 2020 11:47 AM
Ahmedabad Government Gujarat Saurashtra
  • મનોજ શશીધરની સીબીઆઈમાં જોઈન્ટ ડિરેકટર તરીકે નિયુક્તિ

ગુજરાતના વધુ એક આઈપીએસ અધિકારીને દિલ્હીનું ડેપ્યુટેશન: કામગીરીની કદર થઈ

અમદાવાદ: ગુજરાતના વધુ એક આઈપીએસ અધિકારી કેન્દ્રએ ડેપ્યુટેશન પર જઈ રહ્યા છે. હાલ રાજય પોલીસમાં ઈન્ટેલીજન્સ વિભાગમાં એડીશ્નલ ડીજીપી તરીકે કાર્ય કરતા શ્રી મનોજ શશીઘરને તમામ એજન્સી સીબીઆઈમાં જોઈન્ટ ડિરેકટર તરીકે નિયુક્તિ અપાઈ છે. તેઓ પાંચ વર્ષ આ હોદા પર રહેશે. 1994 બેચના આ અધિકારીની ગણના સક્ષમ આઈપીએસ તરીકે થાય છે. તેઓને અગાઉ ગોધરા-પંચમહાલ રેન્જના એડી. ડીજીપી તરીકે મુકાયા હતા અને બાદમાં ગાંધીનગરમાં તેઓને ઈન્ટેલીજન્સ વિભાગનો હવાલો સોપાયો હતો. કેન્દ્રીય કેબીનેટની નિયુક્તિ બાબતની કમીટીએ મનોજ શશીધરની નિયુક્તિને બહાલી આપી છે. તેઓને હવે ટુંક સમયમાં જ આ નવા હોદા માટે રાજય સરકાર રીલીઝ કરશે. અગાઉ ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાના ને સીબીઆઈમાં જોઈન્ટ ડિરેકટર તરીકે મુકાયા હતા પણ તેઓ વિવાદમાં ફસાતા તપાસ એજન્સીમાંથી દૂર કરાયા હતા.


Loading...
Advertisement