રાજકોટ : બેરલ રેસ-જમ્પીંગ-મટકીફોડ સહિતના અશ્વ શોમાં કરતબો

18 January 2020 11:47 AM
Rajkot Saurashtra
  • રાજકોટ : બેરલ રેસ-જમ્પીંગ-મટકીફોડ સહિતના અશ્વ શોમાં કરતબો

રાજકોટમાં આજથી પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીનો આરંભ થયો છે. આજ સવારે પોપટપરા પોલીસ માઉન્ટેન મેદાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અશ્વ શો શરૂ થયો છે.

શહેર પોલીસ ઉપરાંત કાઠિયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે 100થી વધુ અશ્વસ્વારોએ વિવિધ હેરતભર્યા અશ્વ-શોમાં કરતબો રજુ કર્યા હતા. આ અશ્વ-શોમાં માત્ર એક તેર વર્ષનો અશ્વસ્વાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આજે સવારે શરૂ થયેલ અશ્વ શોમાં વિવિધ અશ્વ સવારોએ બેરલ રેસ-ગરો લેવો-મટકી ફોડ- જમ્પીંગ તેમજ ટેન્ટ પેગિંગ સહિતની અશ્વ રમતો રમી હજારો ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આજે સવારે 10 વાગ્યે અશ્વ શોનો આરંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો હતો અને વિવિધ અશ્વ રમતો નિહાળી અશ્વસ્વારોની કાબેલિયતને અભિનંદન આપ્યા હતા. આજ સવારથી શરૂ થયેલ અશ્વ શોમાં 100થી વધુ અશ્વો દ્વારા વિવિધ હેરતભર્યા કરતબો રજુ થયા હતા. અશ્વ શોમાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી.

સવારથી સાંજ સુધી ચાલનારા અશ્વ શોમાં પોલીસ ખાતના 100થી વધુ અશ્વસવારોએ રેવાળ કરી મુખ્યમંત્રીના આગમનને વધાવ્યું હતું. અશ્વ શોમાં શહેર પોલીસ ઉપરાંત જિલ્લા પોલીસના અશ્વ સવારો જોડાયા હતા. આ અશ્વ શોમાં અશ્વ સ્વારોએ અશ્વ સાથે વિવિધ રમતો પણ રમી હતી. રમતોમાં ટેનિસ બોલ સ્પર્ધા પણ થઈ હતી. આજે સવારે આ અશ્વ શોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શરૂ કરાવ્યો હતો.

જેમાં જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જિલ્લા પોલીસવડા બલરામ મીણા, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશ્વ શોમાં વિજેતા થનારા સ્પર્ધકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અશ્વ શો નિહાળવા હજારો શહેરીજનો ઉમટી પડયા હતા. (તસ્વીર: અરવિંદ વાઘેલા)

Loading...
Advertisement