અમરેલી જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ ઉપપ્રમુખ કેહુરભાઈ ભેડાનો ગળાફાંસો ખાઈ આપઘાત

18 January 2020 11:42 AM
Amreli Crime Saurashtra Gujarat
  • અમરેલી જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ ઉપપ્રમુખ કેહુરભાઈ ભેડાનો ગળાફાંસો ખાઈ આપઘાત

આર્થિક સંકડામણથી કંટાળી જીવન ટુંકાવ્યાનું પ્રાથમિક તારણ

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.18
અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસના આગેવાન જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય અન ઉદ્યોગપતિ કેહુરભાઈ નારણભાઈ ભેડાએ આજે વહેલી સવારે અમરેલી-લીલીયા વચ્ચે ગોઠાવદર ગામ પાસે આવેલ પોતાની ફૂડ પ્રોસેસીંગની ફેકટરીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અમરેલી જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ બનાવની જાણ લીલીયા પોલીસને થતા પીએસઆઈ અર્જુનભાઈ સંબાડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેહુરભાઈ ભેડાએ આજે સવારે પોતાની આર્થીક સંકડામણના કારણે ગળાફાંસો ખાઈ જીંદગીનો અંત લાવ્યા
હતા.
કેહુરભાઈ ભેડા અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સને 2015માં ચૂંટાઈ આવ્યા બાદ પ્રથમ અઢી વર્ષની ટર્મમાં તેઓ અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
પોતે અમરેલી લીલીયા વચ્ચે આવેલ ગોઠાવદર ગામ નજીક ત્રિલોકપતી ફૂડ પ્રોસેસીંગ પ્રા.લી. નામે ફેકટરી ચલાવતા હતા ત્યારે તેમના અવસાનના સમાચારથી અમરેલી જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.


Loading...
Advertisement