રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા

18 January 2020 11:39 AM
Rajkot Gujarat Sports
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા
 • રાજકોટમાં દર્શકોના પૈસા થયા ‘વસુલ’: પુરા મેચમાં દર્શકો ઝુમ્યા

ખંઢેરીના મેદાનમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાને ‘થીજાવી’ દીધુ: 36 રને શાનદાર જીત : ભારતે 340, ઓસ્ટ્રેલિયાએ 304 રન કર્યા; બન્ને ટીમોના કુલ 644 રન: સતત રનના પાટીયા ફરતા રહેતા દર્શકો ઢોલ-નગારા-ડીજેના તાલે સતત ઝુમ્યા- ચીચીયારીઓથી મેદાન ગજાવ્યે રાખ્યુ : ઓસ્ટ્રેલિયન બેટસમેનો પર ભારતીય બોલરો ‘હાવિ’ રહ્યા: શિખર (96), સ્મિથ (98) નર્વસ નાઈન્ટીના શિકાર: ચાર અર્ધી સદી છતાં એક પણ સદી ન બની શકી

રાજકોટ તા.18
રાજકોટના ખંઢેરી મેદાન પર રમાયેલા ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં કાલે બન્ને ટીમમાંથી એકપણ ખેલાડીની સદી થઈ ન હતી છતાં જુમલા મોયા થયા હતા. રનના પાટીયા સતત ફરતા રહ્યા હતા એટલે સમગ્ર મેચમાં માહોલ જીવંત બની રહ્યો હતો. મેદાન દર્શકોના ચીચીયારીઓથી સતત ગુંજતુ રહ્યુ હતું.

ટોસ જીતીને ભારતને પ્રથમ દાવમાં ઉતારીને જીત માટે જરૂરી રન ‘ચેઈઝ’ કરી લેવાની મુંબઈ જેવી સ્ટ્રેટેજી ઓસ્ટ્રેલિયાએ અપનાવી હતી. પરંતુ તે નિષ્ફળ નિવડી હતી. ભારતીય બેટસમેનોએ શરૂઆત જ ‘દમદાર’ કરી હતી. શ્રેયસ ઐય્યર તથા મનીષ પાંડેને બાદ કરતા અન્ય બેટસમેનોનું નોંધપાત્ર યોગદાન હતું અને તેના જોરે ભારત નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 340 રનનો સર્વાધિક જુમલો કરી શકયુ હતું. રોહિત શર્મા અર્ધી સદી ચુકયો હતો. 42 રને આઉટ થયો હતો. શિખર ધવન સદી ચૂકયો હતો તે 96 રને આઉટ થયો હતો. ધવને અર્ધી સદી પૂર્ણ કર્યા બાદ ખભ્ભા ઉચકયા હતા. કપ્તાન કોહલીએ પણ 78 રન ઝુડયા હતા. મેન ઓફ ધ મેચ બનેલા કે.એલ.રાહુલે સૌથી ઝડપી 80 રન કર્યા હતા. લોકલ બોય રવિન્દ્ર જાડેજાએ 16 દડામાં અણનમ 20 રન કર્યા હતા. ભારતના નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 340 રન થયા હતા. ઝેમ્પાએ 3 તથા રિચાર્ડસને બે વિકેટ ખેડવી હતી.

ભારતીય બેટસમેનો પછી બોલરો પણ ઝળકયા હતા. મુંબઈ મેચ એકલાહાથે જીતાડનાર વોર્નરને શમીએ ચોથી ઓવરમાં જ આઉટ કરી દેતા ટીમ ઈન્ડિયાની સાથોસાથ મેદાન પરના દર્શકોમાં પણ અભૂતપૂર્વ જોમ આવી ગયુ હતું. ફીન્ચ તથા સ્મીથની પ્રારંભીક ધીમી રમતથી દર્શકો ખુશ હતા. ફીન્ચને જાડેજાએ આઉટ કરતા મેદાને ચીચીયારીથી ગુંજયુ હતું. સ્મીથ અને લંબુસેનની ભાગીદારીએ થોડો વખત ટેન્શન સર્જયુ હતું. પરંતુ ત્યારપછી સમયાંતરે વિકેટો ખડતી રહી હતી. ઓસ્ટ્રેલિયન બેટસમેનો પર ભારતીય બોલરો હાવી રહ્યા હતા. સ્મીથના આઉટ થયા પછી ભારતની જીત નિશ્ચિત બની ગઈ હતી. અંતિમ દડાઓમાં રીચાર્ડસન-ઝેમ્પાએ ‘કેસરીયા’ કર્યા હોય તેમ ચોક્કા-છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આખરી 50મી ઓવરમાં આખી ઓસ્ટ્રેલિયન ટીમ 304 રનના જુમલે આઉટ થઈ ગઈ હતી.

ભારતનો 36 રને વિજય થયો હતો. સમગ્ર મેચમાં કુલ 644 રન બન્યા હતા. ખંઢેરીમાં મોટો જુમલો બન્યો હતો. રનના પાટીયા સતત ફરતા રહ્યા હતા એટલે સમગ્ર મેચ દરમ્યાન દર્શકો સતત ઝુમતા રહ્યા હતા. ઢોલ-નગારા-ડીજીના તાલે મનાવતા રહ્યા હતા. રનનો વરસાદ તથા ભારતની જીતને કારણે દર્શકોના પૈસા વસુલ થઈ ગયાનો ઘાટ ઘડાયો હતો.

રસપ્રદ વાત એ હતી કે, ભારતીય ટીમ વતી બોલીંગ કરનાર તમામ પાંચેય બોલરોને વિકેટ મળી હતી. સૌથી વધુ ત્રણ વિકેટ મોહમ્મદ સામીને મળી હતી તેમાંથી બે તો ઉપરાઉપર બે દડામાં મળી હતી. સૈની, જાડેજા તથા કુલદીપ યાદવને બે-બે વિકેટ મળી હતી. અફલાતુન બોલીંગ ફેકનાર બુમરાહને છેક છેલ્લી ઓવરમાં વિકેટ મળી હતી. ઝેમ્પાની 10મી વિકેટ બુમરાહને ફાળે ગઈ હતી. સૌથી કરકસરયુકત-અફલાતુન બોલીંગ સ્પેલ બુમરાહનો રહેવા છતાં તેને વિકેટ માત્ર એક જ મળી હતી. બુમરાહે 9.1 ઓવરમાં 32 રન આપ્યા હતા. સામીએ 10 ઓવરમાં 77, સૈનીએ 10 ઓવરમાં 62, રવિન્દ્ર જાડેજાએ10 ઓવરમાં 58 તથા કુલદીપ યાદવે 10 ઓવરમાં 65 રન આપ્યા હતા.

ભારતના પાંચેય બોલરોને વિકેટ મળી: સામી ‘હેટ્રીક’ ચૂકયો
રાજકોટના મેચમાં ઓસ્ટ્રેલિયન બેટસમેનો પર ભારતીય બોલરો ભારે પડયા હતા. રસપ્રદ વાત એ છે કે ભારતીય બોલીંગ આક્રમણ પાંચ બોલરો પર આધારીત હતું અને પાંચે પાંચ બોલરોને વિકેટ મળી હતી. અફલાતુન બોલીંગ ફેંકનાર બુમરાહને છેક છેલ્લી વિકેટ મળી હતી. મોહમ્મદ સામીએ ઓપનર વોર્નરને પેવેલીયન ભેગો કર્યા કર્યા બાદ ટર્નર તથા કમીન્સને ઉપરાઉપરી બે દડામાં આઉટ કર્યા હતા. ત્રીજા દડે પણ લેગબીફોરની જોરદાર અપીલ થઈ હતી. પરંતુ અમ્પાયરે સ્વીકારી ન હતી.

કે.એલ.રાહુલ મેન ઓફ ધ મેચ
ભારત વતી ત્રણ બેટસમેનોએ અર્ધી સદી કરી હતી. શિખર ધવન સદી ચુકીને 96 રને આઉટ થયો હતો. કોહલીએ 78 રન ઝુડયા હતા છતાં સૌથી વધુ ફટકાબાજી રાહુલે કરી હતી. બાવન દડામાં 80 રન ઝુડયા હતા તેમાં ત્રણ છગ્ગા અને 6 ચોકકા સામેલ હતા. કે.એલ.રાહુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ચોકકા-છગ્ગામાં પણ ભારતીય બેટસમેનો ભારે
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના વનડેમાં કુલ 644 રન થયા હતા. 59 ચોકકા તથા સાત છગ્ગા લાગ્યા હતા તેમાં પણ ભારતીય બેટસમેનો ‘ભારે’ પડયા હતા. ભારતીય બેટસમેનોએ 33 ચોકકા તથા ચાર છગ્ગા ઝુડયા હતા. સૌથી વધુ 13 ચોકકા ધવને ફટકાર્યા હતા. સૌથી વધુ 3 છગ્ગા રાહુલે માર્યા હતા. ઓસ્ટ્રેલિયન બેટસમેનોએ 26 ચોકકા તથા ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

જુદા-જુદા ક્રમે સફળ દેખાવથી ખુશ: નવી જવાબદારી ગમે છે: રાહુલ
રાજકોટ વન-ડેમાં મેન ઓફ ધ મેચ જાહેર થયેલા કે.એલ.રાહુલે મેચ પછીની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પોતાને જુદા-જુદા ક્રમે ઉતરવાનો ટીમ મેનેજમેન્ટ નિર્ણય લઈ રહી છે અને તેમાં પોતે ‘ખરો’ ઉતરતો હોવાથી આનંદ છે. ઓપનર શિખર ધવનની વાપસી પછી રાહુલને વનડાઉન પછી ગઈકાલે પાંચમા ક્રમે ઉતારવામાં આવ્યો હતો તેમાં પણ સફળ ફયકાબાજી કરીને 52 દડામાં 80 રન ઝુડી કાઢયા હતા. રાહુલે કહ્યું કે દરેક ક્રમમાં સફળ દેખાવનો દેખીતો એનંદ છે. ઉપરાંત વિકેટકીપરની જવાબદારી પણ પસંદ છે. ઓસ્ટ્રેલિયા સામે ટોસ ગુમાવ્યા બાદ પ્રથમ દાવ લેવા ઉતરવુ પડયુ હતું. 330-340 રન બનાવવાનું જરૂરી હતી. ટારગેટ મુજબ 340 રન થતા જીતની આશા ઉજજવળ બની જ ગઈ હતી.

કોહલી ખુશ! રાહુલની શ્રેષ્ઠ ઈનિંગ; ટીમની બહાર ન બેસાડી શકાય
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ રાજકોટ વન-ડેમાં કે.એલ.રાહુલની ઈનિંગને તેની સર્વશ્રેષ્ઠ ગણાવીને પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું કે સોશ્યલ મીડીયાના યુગમાં તુર્ત પેનીક બટન દબાવી દેવામાં આવે છે. મેદાન પર સર્વશ્રેઠ ટીમ ચકાસવી જરૂરી બની જાય છે. લોકેશ રાહુલની બેટીંગને જોવામાં આવે તો તેને ટીમની બહાર બેસાડવાનું મુશ્કેલ છે.

ભારતીય જુમલો 340 સુધી પહોંચાડવામાં રાહુલનું યોગદાન મુખ્ય હતું. પાંચમા ક્રમે ઉતરવા છતા તેણે આકર્ષક ફટકાબાજી કરી હતી. પરિપકવતાપૂર્ણ ઈનિંગ રમીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. તેણે પોતાના બેટીંગ કૌશલ્યનો પરિચય આપી દીધો હતો.

કુલદીપે સૌથી ઝડપી 100 વિકેટ ઝડપવાનો હરભજનનો રેકોર્ડ તોડયો
રાજકોટ વન-ડેમાં સ્પીનર કુલદીપ યાદવે બે વિકેટ ખેડવી હતી. ભારત વતી સૌથી ઝડપી 100 વિકેટ ખેડવવાનો રેકોર્ડ સર્જાયો હતો. 58 મેચમાં કુલદીપે આ સિદ્ધિ મેળવી છે. જે અગાઉ હરભજનના નામે હતી. ભજજીએ 76 મેચમાં 100 વન-ડે વિકેટ મેળવવાનો રેકોર્ડ 2003માં બનાવ્યો હતો. કુલદીપ સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે. મોહમ્મદ સામીએ 56 તથા બુમરાહે 57 મેચોમાં 100 વિકેટો લીધી છે. વિશ્ર્વસ્તરે અફઘાનીસ્તાનના રશીદખાનના નામે આ રેકોર્ડ છે. તેણે 44 મેચોમાં 100 વનડે વિકેટો લીધી છે.

ભારતીય સ્પીનરો મેચ ખુંચવી ગયા: મુંબઈની સ્ટ્રેટેજી કામ ન આવી: સ્મીથ
મેચ પુર્ણ થયા બાદ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત થયેલા ઓસ્ટ્રેલિયન બેટસમેન સ્મીથે કબુલ્યુ હતું કે રાજકોટની વિકેટ બેટસમેનો માટે સ્વર્ગ સમાન રહેવાનું અને રનનો ઢગલો થવાનુ સ્પષ્ટ હતું. ભારતને પ્રથમ બેટીંગમાં ઉતારીને ટારગેટ ચેઈઝ કરવાની મુંબઈની સ્ટ્રેટેજી સફળ થઈ ન હતી. પ્રથમ દાવ પછી પણ વિકેટમાં કોઈ બદલાવ નહીં થાય તેવી ગણતરી હતી. વિકેટમાં કોઈ બદલાવ ન હતો. પરંતુ ભારતીય બોલરોએ અફલાતુન બોલીંગ કરીને મેચ ખુંચવી લીધો હતો.

સ્મીથે ભારતીય બોલરોની ખાસ કરીન સ્પીનરોની પ્રશંસા કરી હતી. બેટીંગ પેરેડાઈઝ વિકેટ પર પણ સ્પીનરોને અસરકારક બોલીંગ કરી હતી. સાથોસાથ વિકેટો પણ ખેડવતા રહ્યા હતા.

અદ્ભૂત સ્ટેડિયમ બનાવવા પાછળનો શ્રેય નિરંજન શાહને જાય છે : સુનિલ ગાવસ્કર
*એક એવુ સ્ટેડિયમ જયા અઢળક પાર્કિંગ સ્પેસ છે અને લોકોને મેચ નિહાળવા માટે કલીયર વ્યુ મળે છે
*વિશ્વના કોઇપણ સ્ટેડિયમ પાસે 25 પ્રેકટીસ નેટ નહી હોય : કોમેન્ટેટર્સનો મત
ગઇકાલે ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચેના વનડે મેચમાં ભારતની શાનદાર જીત થઇ હતી. ખંઢેરી પર એસસીએ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ)માં 600થી વધુ રન જોઇ ક્રિકેટ રસીકોને મજા પડી ગઇ હતી. પણ આ ઉપરાંત રાજકોટના આ સ્ટેડિયમમાં ક્રિકેટરો, કોમેન્ટેટર્સથી લઇ સૌ કોઇને મજા પડે છે. સુનિલ ગાવસ્કરએ કોમેન્ટ્રી કરતા સ્ટેડિયમનાં ખૂબ જ વખાણ કર્યા હતા. કહ્યું કે પ્રેક્ષકોને જે અહીંયા વ્યુ મળે છે તે કદાચ જ બીજા કોઇપણ સ્ટેડિયમમાં જોવા મળતો હશે. સાથે અહીં અઢળક ખુલ્લી જગ્યાઓ જેમાં પાર્કિંગ વ્યવસ્થા છે અને દુનિયાના કોઇપણ ગ્રાઉન્ડ પાસે 2પ પ્રેકટીસ વિકેટ નહી હોય તેટલી અહીંયા છે.

સુનિલ ગાવસ્કરે વધુ સ્ટેડિયમની પ્રશંસા કરતા કહ્યું કે આવુ અદભૂત સ્ટેડિયમ બનાવવા પાછળનો સિંહફાળો નિરંજન શાહને જાય છે. નિરંજનભાઇએ ખરેખર જબરદસ્ત સ્ટેડિયમનું નિર્માણ કર્યુ છે. આ ઉપરાંત રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પણ માને છે કે રાજકોટમાં રમવાની મજા પડે છે.


Loading...
Advertisement