રાજકોટ: રાધે નમકીનનાં માલીક દર્શન પટેલનો ઝેર પી આપઘાત

18 January 2020 11:36 AM
Rajkot Crime Gujarat Saurashtra
  • રાજકોટ: રાધે નમકીનનાં માલીક દર્શન પટેલનો ઝેર પી આપઘાત

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતા દર્શને ગઇકાલે ભારત અને ઓસ્ટ્રેલિયાનો વન-ડે મેચ નિહાળ્યો’તો એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા’તા : પટેલ પરિવાર સુખી સંપન્ન છે : આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ : પડધરી કારખાનુ છે મેચ નિહાળીને કારખાનાનાં શ્રમિકોને નાસ્તો કરાવ્યો અને ઝેર પી લીધાની જાણ શ્રમિકોને કરતાં દર્શનને હોસ્પિટલે ખસેડ્યો

રાજકોટ,તા. 18
રાજકોટના યુનિવર્સિટી રોડ નંદવિલેજ નામની સોસાયટીમાં રહેતા રાધે નમકીનનાં માલિક પટેલ અને પડધરીમાં રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલા રાધે નમકીનનાં પોતાના કારખાનામાં જ ઝેરી દવા ગટગટાવી લેતા શ્રમિકોએ તેને હોસ્પિટલમાં ખસેડતા યુવાને દમ તોડી દેતા પટેલ પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આપઘાતના કારણ મામલે પડધરી પોલીસ મથકનાં સ્ટાફે બનાવ અંગેની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,રાજકોટના યુનિવર્સિટી રોડ નંદવિલેજ સોસાયટીમાં રહેતા દર્શનભાઈ ચમનભાઈ રાણીપા (પટેલ) (ઉ.27) નામના યુવાને પડધરીની રિલાયન્સ પંપની પાછળ આવેલ રાધે નમકીન નામના કારખાનામાં ઝેરી દવા ગટગટાવીને તેના શ્રમિકોને ઝેરી દવા પી લીધાની જાણ કરતા તેને હોસ્પિટલે ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન દર્શનભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. દર્શનભાઈ રાધે નમકીન નામના કારખાનામાં પાર્ટનર હતાં. દર્શનભાઈનાં એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. પોતે એક ભાઈના એકના એક ભાઈ હતાં. દર્શનભાઈનો પરિવાર સુખી સંપન્ન છે. તેઓના મોતથી પટેલ પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

આ બનાવ અંગે પડધરી પોલીસ મથકના પીએસઆઈ જે.વી. વાઢીયાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ ફીરોજભાઈ બ્લોચ અને રાઈટર કૃપાલભાઈ પરમારે સિવિલ હોસ્પિટલે પહોંચી જઇ દર્શનભાઈ પટેલનાં મૃતદેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. અને મૃતકનાં પરિવારના નિવેદન લેવા કાર્યવાહી કરી હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ગઇકાલે ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાઈ રહેલા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેનો બીજો વન-ડે મેચ દર્શનભાઈ જોવા ગયા હતાં. ત્યારબાદ ત્યાંથી મેચ નિહાળીને પોતાના રાધે નમકીન નામના કારખાનાના શ્રમિકો માટે નાસ્તો લઇ શ્રમિકોને આપ્યો હતો અને ઓફીસમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ શ્રમિકોને જાણ કરતાં તેઓએ દર્શનભાઈને તુરંત જ હોસ્પિટલે ખસેડ્યા હતાં પરંતુ સારવાર દરમિયાન દર્શનભાઈએ દમ તોડી દીધો હતો. અને પરિવારને જાણ કરતા પિતા અને તેનું મિત્ર વર્તુળ તુરંત હોસ્પિટલે પહોંચી ગયા હતાં. દર્શનભાઈના આપઘાતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આપઘાતનું સચોટ કારણ જાણવા મૃતક દર્શનભાઈની અંતિમવિધિ બાદ તેમના પરિવારના નિવેદન લેવા કાર્યવાહી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે બેપટેલ કારખાનેદારોએ આપઘાત કરી લીધો હતો. કોઠારીયા મેઇન રોડ દેવપરામાં રહેતા અશોકભાઈ પટેલે માંડાડુંગરમાં પોતાના કારખાનામાં 13 લાખનું દેણું થઇ જતાં આપઘાત કરી લીધો હતો. જ્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે કાઠિયાવાડી ધાબા રેસ્ટોરન્ટનાં માલિક યોગેશ પટેલે બિમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો. અને હાલ રાધે નમકીનનાં માલિક દર્શન પટેલે જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

મૃતક દર્શન પટેલના પિતાને ધ્રોલમાં રાસાયણ ખાતરની દુકાન છે
રાજકોટ,તા. 18 : રાજકોટના યુનિવર્સિટી રોડ પર નંદવિલેજ સોસાયટીમાં રહેતા દર્શનભાઈ ચમનભાઈ રાણીપા (પટેલ) નામના યુવાને પોતાના રાધે નમકીનના કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પિતા ચમનભાઈ પટેલને ધ્રોલમાં રાસાયણ ખાતરની દુકાન આવેલી છે. પરિવાર પણ સુખી સંપન્ન છે. પુત્રનાં મોતથી પરિવારમાં અરેરાટી છે.

એકના એક પુત્ર દર્શનના મોતથી પટેલ પરિવાર પર આભ ફાટ્યું
રાજકોટ,તા. 18 : રાધે નમકીનના કારખાનાના માલિક દર્શન પટેલે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. એક વર્ષ પૂર્વે જ દર્શનનાં લગ્ન પૂજા સાથે થયા હતા. પરિવારના આધારસ્તંભ ગણાતા એકના એક પુત્રનાં મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.


Loading...
Advertisement