શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી

17 January 2020 07:04 PM
Jamnagar
  • શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી
  • શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 5, 3 અને 9માં અંદાજીત રૂા.14.60 લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહુર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર તા.17
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.5માં ગુરૂદત્તાત્રેય મંદિર, આંતરિક શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. 12 લાખ, વોર્ડ નં.3 માં કંચનવાડી, પટેલ કોલોની -9ના છેડે સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. 0.87 લાખ, વોર્ડ નં.9માં લીમડા લાઇન, રજપૂતપરા, સર્યુ એપાર્ટમેન્ટ સામેની શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. 01.73 લાખના મળી કુલ અંદાજીત રૂ. 14.60 લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાની 10% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.
આ તકે તેમની સાથે જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, અગ્રણી ડો.વિમલભાઇ કગથરા, શહેરના વિવિધ વોર્ડોના કોર્પોરેટરો તથા તે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.


Loading...
Advertisement