જામનગરમાં સી.એ.એ.ના સમર્થનમાં પોસ્ટ કાર્ડ ઝુંબેશ: 8000 પોસ્ટ કાર્ડ મોકલાયા

17 January 2020 07:03 PM
Jamnagar
  • જામનગરમાં સી.એ.એ.ના સમર્થનમાં પોસ્ટ કાર્ડ ઝુંબેશ: 8000 પોસ્ટ કાર્ડ મોકલાયા
  • જામનગરમાં સી.એ.એ.ના સમર્થનમાં પોસ્ટ કાર્ડ ઝુંબેશ: 8000 પોસ્ટ કાર્ડ મોકલાયા

જામનગર તા.17: જામનગર શહેર ભાજપ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહના કુશળ નેતૃત્વ હેઠળ લોકસભામાં લાવવામાં આવેલા નાગરીકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં પોસ્ટ કાર્ડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને જામનગર શહેરમાંથી સી.એ.એ.ના સમર્થન સાથેના 8 હજાર પોસ્ટકાર્ડ લખીને પોસ્ટો ઓફીસ મારફતે વડા પ્રધાન કાર્યાલયે રવાના કરવામાં આવ્યા છે.
જામનગર શહેર ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન અધિનીયમના સમર્થનમાં હાથ ધરવામાં આવેલી પોસ્ટ કાર્ડ ઝુંબેશ દરમ્યાન જામનગર શહેરમાંથી પ્રચંડ સમર્થન પ્રાપ્ત થયું છે અને વડાપ્રધાનને સમર્થન સાથે સંબોધીને 8 હજાર જેટલા પોસ્ટકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ પોસ્ટકાર્ડ એકત્ર કરી આજે બપોરે જામનગર જિલ્લાના સાંસદ પૂબમબેન માડમ, ગુજરાતના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, નગરના મેયર હસમુખભાઇ જેઠવા, શહેર ભાજપના પ્રમુખ હસમુખભાઇ હિંડોચા તેમજ શહેરના અન્ય જુદા જુદા અગ્રણીઓ દ્વારા આજે તમામ પોસ્ટ કાર્ડ એકત્ર કરીને જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફીસમાં જમા કરાવવામાં આવ્યા હતા.


Loading...
Advertisement