જામનગર ગ્રામ્ય વિસ્તારના પાણી અંગેના પ્રશ્ર્નોની પાણી પુરવઠા મંત્રી સમક્ષ રજુઆત

17 January 2020 07:03 PM
Jamnagar
  • જામનગર ગ્રામ્ય વિસ્તારના પાણી અંગેના પ્રશ્ર્નોની પાણી પુરવઠા મંત્રી સમક્ષ રજુઆત

ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા

જામનગર તા. 17 :
ગાંધીનગર ખાતે પાણી પુરવઠા ખાતાના પ્રશ્ર્નોની જાણકારી મેળવવા માટે પુરવઠા ખાતાના મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયાએ બોલાવેલ મિટીંગમાં ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ હાજર રહીને પોતાના મત વિસ્તારના પીવાના પાણીને લગતા અણઉકેલ પ્રશ્ર્નોના ેઉકેલ માટે લેખીત તેમજ મૌખીક રીતે રજુઆત કરીને તેના ત્વરીત ઉકેલ માટે માંગણી કરેલ હતી.
જામનગર શહેર આરોગ્ય સુખાકારી વિભાગમાં કાર્યપાલક ઇજનેરની એક માત્ર જગ્યા ભરેલી છે. બાકીની તાંત્રીક જગ્યાઓ તમામ ખાલી છે. તેમજ પેટા વિભાગમાં પણ માત્ર નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા ભરેલી છે. બાીકીની તમામ ટેકનીકલ જગ્યાઓ ખાલી છે. તે ભરાઇ તેવી મારી માંગી છે.
મોરબી-માળીયા-જોડીયા જુથ પાણી પુરવઠા યોજનાના જોડીયા તાલુકાના 14 ગામો મોરબી તાલુકામાં તબદીલ થયેલ છે. તેઓ સમાવેશ મોરબી જિલ્લાની કચેરીમાં કરવો તેમજ આ યોજનાના ફડસર, ભીમકટા, જામસર વગેરે ગામોની જુની પાઇપ લાઇનો બદલી નવી લાઇનો નાખવી.
ટેકનીકલ સ્ટાફની કુલ 12 જગ્યા પૈકી 7 ખાલી છે. તેમજ કલાર્ક-હિસાબી 17 જગ્યા પૈકી 15 જગ્યા ખાલી છે. તે તાત્કાલીક ભરાઇ તે માટે કાર્યવાહી કરવી., સબ ડિવીઝન કક્ષાએ ઇન્પ્રેસ્ટની રકમ મળતી તે માંથી એમ.એન્ડ આર.ના કામ તથા કરંટ એકસ્પેડીચર કરી શકાતા હતા તે હાલમાં રકમ મળતી ન હોય કચેરી દ્વારા કરવાના રોજ બરોજના કામો હાથ ધરી શકાતા ન હોય તે રકમ ફાળવાય તેવી કાર્યવાહી કરવી.
યોજનાના અમલીકરણ દરમ્યાન જરૂરત પડતા મટીરીયલની કાયમી સોલ્ટેજ હોય છે. તે સમસ્યાના ઉકેલ માટે પુરતું મટીરીયલ ફાળવવું.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જીયો-હાઇડ્રોલોજીસ્ટની જગ્યાઓ લાંબા સમયથી ખાલી અથવા પુરતી નથી. તો નવી જગ્યાઓ ઉભી કરવી અને ભરાઇ તેવી કાર્યવાહી કરવી.
પાણીના સ્થાનિક સ્ત્રોતને મજબુત કરવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા વોટર હારવેસ્ટીંગ ટ્રકચર બાંધવાના કામો કરવાના આવતા હતાં. તે યોજના હાલમાં બંધ છે તે ચાલુ કરવી., પાણી પુરવઠા બોર્ડ દ્વારા મુખ્ય ગામ સુધી પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ તે ગામના પેટા પરાઓને પાણી પહોંચાડવા માટે જુદી પાઇપ લાઇન તથા સંપ બનાવવા, જોડીયા તાલુકાના બાલાચડી ગામે દરિયા કિનારે બીચ આવેલ છે. ત્યાં લોકો બાળેશ્ર્વર મંદિર પાસે પિતૃ શ્રાધ્ધ કરવા માટે આજુબાજુના વિસ્તારના તમામ લોકો આવે છે. તેને પીવાના પાણીની ખુબ જ અગવળ પડે છે. માટે બાલાચડી ગામથી મંદિર સુધી પાણી પહોંચાળવાની લાઇન લંબાવવી.,
વડાપ્રધાનશ્રીની નલ સે જલ યોજનાને સત્વરે સાકાર કરવા માટે વાસ્મોમાં પુરતા સ્ટાફ ભરી કામગીરી કરાવવી તથા આ યોજના અમલ માટે ગામ લોકોએ લોક ફાળો તે લોક ફાળો ધારાસભ્ય કે સાંસદસભ્યની ગ્રાન્ટમાંથી આપી શકાય તેવી તથા દાતા દ્વારા આ લોકફાળો ભરી શકાય તેવી જોગવાઇ કરવી. જોગવાઇ કરતા ઓછી વસ્તીવાળા ગામો અને પેટા પરાઓમાં વાસ્મો યોજનાઓનો અમલ કરાવવો.
ચાલુ પાણી પુરવઠા યોજનાના પાઇપ લાઇન તથા મશીનરીના કામો માટે 10% લોક ફાળો ભરવાની જોગવાઇ છે. તે ફાળો ધારાસભ્ય કે સાંસદસભ્યની ગ્રાન્ટ કે દાતા દ્વારા ભરવાની જોગવાઇ કરવી.
સસોઇ જુથ પાણી પુરવઠા યોજનામાંથી મસીતીયા અને કનસુમરા સહિતના ગામોને પાણી પુરુ પાડવામાં આવે છે તે ગામોની નવી બનેલ જુથ પાણી પુરવઠા યોજનાનું કામ તાત્કાલીક શરૂ કરાવવું, જોડીયા ગામને પીવાનું પાણી પુર પાડવા માટે કાયમી સમસ્યા છે તેના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરાવવી, જોડીયા તાલુકાનું કુન્નડ ગામ 5000 ની વસ્તી ધરાવે છે તેને ફલા જુથ યોજનામાંથી પાણી પુરુ પાડવામાં આવે છે તે પાણી કયારે સમયસર મળતું નથી. તેને લખતર સંપમાંથી ઉંડ નદીને પાઇપ લાઇન ક્રોસ કરાવી પાણી પુરુ પાડવું, જામનગર તાલુકાના વાણીયાગામ, વાગડીયા, ચંદ્રાગા, નાધુના સહિતના ગામોમાં નર્મદા યોજનાનું પાણી મળતું ન હોય તે માટે યોગ્ય કાર્યવાહી કરાવવી.


Loading...
Advertisement