જામનગર જિલ્લામાં બારદાનની અછતથી 33948 ખેડૂતોની મગફળી ખરીદી બાકી

17 January 2020 07:01 PM
Jamnagar
  • જામનગર જિલ્લામાં બારદાનની અછતથી 33948 ખેડૂતોની મગફળી ખરીદી બાકી

ખેડૂતોમાં રોષની લાગણી

જામનગર તા.17: જામનગર જિલ્લામાં ટેકાના ભાવથી ખેડૂતોની મગફળી રૂા.1018ના ખરીદવાની પ્રક્રિયા 1 નવેમ્બરથી શરૂ કરાઇ છે. ધીમી ગતિથી ખેડૂતોની મગફળીની ખરીદીની પ્રક્રિયા સામે અનેકવાર ખેડુતો દ્વારા હોબાળા થયા છે. આવનારા સમયમાં બારદાન નહી આવે તો ખેડુતોમાં રોષની લાગણી ફેલાઇ છે.જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી આપવા 58586 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકીના 24638 ખેડૂતોની જ મગફળી ખરીદાઇ છે. જયારે 33948 ખેડુતોની મગફળી ખરીદવાની હજુ બાકી છે.
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે 1 નવેમ્બરથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાનું શરૂ કરાયું છે. દરરોજના 100 જેટલા ખેડૂતોને મેસેજ દ્વારા કેન્દ્રમાં મગફળી લાવવા જાણ કરાઇ રહી છે. પરંતુ ખેડૂતોની મગફળી ખેતરમાંથી મોડી નિકળતા શરૂઆતમાં જુજ ખેડૂતો જ મગફળી આપવા કેન્દ્રમાં આવતા હતાં. પરંતુ હાલ તમામ ખેડૂતોની મગફળી તૈયાર છે. પરંતુ બારદાની અછતને લઇને હજુ હજારો ખેડૂતોની મગફળી ખરીદી બાકી છે. જામનગરના 58586 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકીના અત્યાર સુધી માત્ર 24638 ખેડૂતોની જ મગફળી ખરીદાઇ છે. જયારે 6795 ખેડૂતોને 87 કરોડનું ચુકવણું કરાયું છ ે. હાલ તંત્ર પાસે છ દિવસ ચાલે એટલા 2.85 લાખ બારદાન ઉપલબ્ધ છે. જે બાદ તંત્ર પાસે ખરીદી માટે જો સમયસર બારદાન યોગ્ય સમયે નહી આવે તો બારદાનની અછતનો પણ પ્રશ્ર્ન સર્જાશે. જેથી ખેડૂતો દ્વારા ઉચ્ચકક્ષાએ બારદાનની વહેલાસર વ્યવસ્થા કરવા માંગ કરાઇ છે.


Loading...
Advertisement